Home /News /business /અંગત જાણકારી સુરક્ષિત રાખવા કરો Aadhaar લોક, વાંચો આખી પ્રોસેસ

અંગત જાણકારી સુરક્ષિત રાખવા કરો Aadhaar લોક, વાંચો આખી પ્રોસેસ

આધારનો પણ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જેમ દૂર ઉપયોગ થઇ શકે છે. કારણ કે તમારું આધાર કાર્ડ તમારા બેંકથી લઇને મોબાઇલ અને ઇનકમ ટેક્સ સાથે જોડાયેલું છે. તેવામાં તેનો ખોટો ઉપયોગ કરી તમને આર્થિક નુકશાન થાય તેવી સંભાવના રહેલી છે. માટે જ તમારે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી તપાસતા રહેવું જોઇએ. જેથી તમે તે વાતને સુનિશ્ચિત કરી શકો તમારા આધાર કાર્ડ સુરક્ષિત તો છે ને! ત્યારે તમે નીચેના સ્ટેપ ફોલો કરીને આધાર કાર્ડની હિસ્ટ્રી તપાસી શકો છો.

આપ ઘેર બેઠા બાયોમેટ્રિક ડેટાથી લોક કરી શકો છો

    ગત કેટલાંક સમયથી આધાર કાર્ડને લઇને ઘણાં સમાચાર આવી ગયા જેમાં ડેટા લિકની વાત થઇ છે, સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. જોકે આધાર બનાવતી સંસ્થા UIDAI પણ આધારને સંપૂર્ણ સુરક્ષિત ગણાવે છે. એવામાં આપ આપનાં આધાર કાર્ડની સુરક્ષાને લઇને જાતે કેટલાંક પગલાં ઉઠાવી શકો છો. અને તેને લોક કરી શકો છો. એટલે કે સ્પષ્ટ છે કે આપ ઘેર બેઠા બાયોમેટ્રિક ડેટાથી લોક કરી શકો છો. અને તે માટે આપે એક કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની જરૂર પડશે. આવો જાણીએ સંપૂર્ણ પ્રોસેસ

    આવી રીતે કરો તમારું આધાર કાર્ડ લોક

    1. સૌૌથી પહેલાં આધાર કાર્ડની વેબસાઇટ પર જાઓ https://uidai.gov.in/

    2.જે બાદ ત્રણ ઓપ્શનમાંથી આધાર સર્વિસ પર ક્લિક કરો જ્યાં આપને લોક/અનલોકનું ઓપ્શન મળશે.

    3. ઓપ્શન પર ક્લિક કરતાં જ નવી લિંક ખુલશે. લિંક ખુલતાની સાથે જ આપનનો આધાર નંબર અને સિક્યોરિટી કોડ લખવાનો રહેશે. જે બાદ આપનાં મોબાઇલ પર OTP આવશે. ઓટીપી નાખતાં જ આપનું અકાઉન્ટ લોગઇન થઇ જશે.

    LICની 'જીવન શાંતિ' પોલિસી: વર્ષે મળશે 2,10,000નું પેન્શન, સમજો આખુ ગણિત

    SBIની ચેતવણી! ફેસબુક પર ભુલથી પણ ન કરો આ કામ,ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ

    કઇ રીતે 20 વર્ષની યુવતી કપ કેક બનાવીને થઇ ગઇ Millionaire

    4. જે બાદ આપે આપનો કોડ લખીને અનેબલ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાંની સાથે આપને મેસેજ આવશે કે, 'Congratulation! Your Biometrics Is Locked'.

    કેવી રીતે કરશો અનલોક
    અનલોક કરવા માટે આપે આવી જ રીતે પ્રોસેસ કરવાની છે. લોગ ઇન કરવાનું રહેશે. જે બાદ આપની પાસે એનેબલ અને ડિસેબલ બે ઓપ્શન હશે. જે બાદ આપ જેમ સિક્યોરિટી કોડ અપડેટ કરીને તેનાં પર ક્લિક કરશો તો આપનો ડેટા અનલોક થઇ જશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Process

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन