Home /News /business /Credit Card: ક્રેડિટ કાર્ડ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડે છે જરૂર, આ રહી યાદી

Credit Card: ક્રેડિટ કાર્ડ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડે છે જરૂર, આ રહી યાદી

ક્રેડિટ કાર્ડ મેળવવા આ ડોક્યુમેન્ટની પડે છે જરૂર

Credit card : ક્રેડિટ કાર્ડની માંગમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી દેશની નાણાંકીય સંસ્થાઓ અલગ અલગ સુવિધાઓ અને લાભો સાથે ક્રેડિટ કાર્ડ ઓફર કરી રહી છે

દિલ્હી: થોડા વર્ષો પહેલા સામાન્ય લોકો માટે ક્રેડિટ કાર્ડ (Credit card) લેવાની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. પણ આજે સ્થિતિ અલગ છે. શહેરની સાથે ગામડાઓમાં પણ લોકોને ક્રેડિટ કાર્ડ (Credit card in Villages) મળી રહ્યા છે. આજે ક્રેડિટ કાર્ડનો પગારદાર વ્યક્તિઓ, વ્યવસાયિકો, એનઆરઆઈ (NRI) અને વિદ્યાર્થીઓ વ્યાપક પણે ઉપયોગ કરે છે. બેંકો (Bank) અને નાણાંકીય સંસ્થાઓ સામે ચાલીને ગ્રાહકો શોધે છે. આ સાથે જ આજના સમયમાં ક્રેડિટ કાર્ડ મેળવવાની પ્રક્રિયા (Process for Credit Card) પણ એકદમ સરળ છે. બીજી તરફ ક્રેડિટ કાર્ડની માંગમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી દેશની નાણાંકીય સંસ્થાઓ અલગ અલગ સુવિધાઓ અને લાભો સાથે ક્રેડિટ કાર્ડ ઓફર કરી રહી છે. અત્યારના ઈન્ટરનેટના યુગમાં બેંક ઓપરેશન સરળ અને ઝડપી થઈ ગયા છે અને યોગ્ય આવક અને ક્રેડિટ સ્કોર હોય તો ડોક્યુમેન્ટમાં પણ વધુ ઝંઝટ રહેતી નથી.

આજે અહીં ક્રેડિટ કાર્ડ માટે કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

• પગારદારો માટે જરૂરી ડોક્યુમેન્ટ

- ઓળખનો પુરાવો

પાસપોર્ટ, પાન કાર્ડ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ

-રહેઠાણનો પુરાવો

આધાર કાર્ડ, વીજ બિલ, ટેલિફોન બિલ

- આવકનો પુરાવો

સેલેરી સર્ટિફિકેટ, તાજેતરની સેલેરી સ્લીપ, એમ્પ્લોયમેન્ટ લેટર

• વ્યવસાયિકો માટે જરૂરી ડોક્યુમેન્ટ

- ઓળખનો પુરાવો

પાસપોર્ટ, પાન કાર્ડ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ

-રહેઠાણનો પુરાવો

આધાર કાર્ડ, વીજ બિલ, ટેલિફોન બિલ

- આવકનો પુરાવો

સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ, તાજેતરનું ITR સ્ટેટમેન્ટ, પાસપોર્ટ

• NRIs માટે જરૂરી ડોક્યુમેન્ટ

- ઓળખનો પુરાવો

પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ

- રહેઠાણનો પુરાવો

પાસપોર્ટ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભારતમાં ભાડા કરાર, છેલ્લા ત્રણ મહિનાનું વીજ બિલ, ઓરીજીનલ બેંક સ્ટેટમેન્ટ, ભારતમાં રહેલી મિલકતના ટાઇટલ ડિડ

- આવકનો પુરાવો

વિદેશી બેંકનું સ્ટેટમેન્ટ, સરકાર દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, કંપની એપોઇન્ટમેન્ટ લેટર, કંપની આઈડી કાર્ડ

આ પણ વાંચો: દર મહિને 3 સિલેન્ડર ફ્રીમાં જોઇતાં હોય તો પહેલાં કરો આ કામ, આજે છેલ્લો દિવસ

• વિદ્યાર્થીઓ માટે જરૂરી ડોક્યુમેન્ટ

- ઓળખનો પુરાવો

પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ

- રહેઠાણનો પુરાવો

પાસપોર્ટ, મતદાર આઈડી, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, છેલ્લા ત્રણ મહિનાના યુટિલિટી બિલ

- ઉંમરનો પુરાવો

શાળાનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, મતદાર આઈડી

- કોલેજ/યુનિવર્સિટી એનરોલમેન્ટનો પુરાવો

કોલેજ ID, એડમિશન સ્લીપ, કોલેજ/યુનિવર્સિટી તરફથી અભ્યાસ પ્રમાણપત્ર.

આવકના પુરાવા વિના ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

દેશની કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને પગાર સ્લિપ આપતી નથી. જો તમને પણ ન મળતી હોય તો તમે આવકના પુરાવા વિના ક્રેડિટ કાર્ડ કઈ રીતે લઈ શકાય તે અંગે વિચારતા હશો. આમ તો આવકનો પુરાવો ક્રેડિટ કાર્ડની અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટનો એક ભાગ છે. જોકે, આવકના પુરાવા વગર ક્રેડિટ કાર્ડ મેળવવું મુશ્કેલ છે અશક્ય નથી. સેલેરી સ્લિપ વગર ક્રેડિટ કાર્ડ લેવા માટે તમારો પગાર ક્રેડિટ થતો હોય તેવું બેંક સ્ટેટમેન્ટ સબમિટ કરી શકો છો. સ્ટેટમેન્ટમાં દર મહિને તમારા બેંક ખાતામાં ક્રેડિટ થતા પગારની માહિતી હોવી જરૂરી છે.

અહીં યાદ રાખવું કે, કેટલીક બેંકિંગ સંસ્થાઓ તમારા ફિક્સ્ડ ડિપોઝિટ ખાતા સામે પણ ક્રેડિટ કાર્ડ આપે છે. તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમારી પાસે ફિક્સ ડિપોઝિટ ન હોય તો તમે પણ તમે ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. અત્યારે બેંકિંગ વ્યવસ્થા ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન્સ પ્રત્યે નરમ બની છે. જેથી પગાર સ્લિપ અથવા એફડી એકાઉન્ટ વિના ક્રેડિટ કાર્ડ મેળવવું શક્ય બન્યું છે.

• આવકવેરા રિટર્ન વિના ક્રેડિટ કાર્ડ લેવા જરૂરી ડોક્યુમેન્ટ

ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી આવકવેરા રિટર્નને પણ મહત્ત્વનું ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ITR ફાઇલ કરતા નથી. જો તમારી પાસે પણ કાર્ડ ન હોય તો આ સ્થિતિમાં આઇટીઆર વિના ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારે પૂરતી કમાણી અને બેંક ખાતું હોવું જરૂરી છે.

• PAN કાર્ડ વિના ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

PAN કાર્ડને ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન માટેના જરૂરી અન્ય દસ્તાવેજો પૈકીનું માનવામાં આવે છે. અલબત્ત, જો તામરી પાસે PAN કાર્ડ ન હોય તો ચિંતા કરશો નહીં. તમે તમારા નામે ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. પાન કાર્ડ વિના ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે તમારે આવકનો પુરાવો અથવા પગારની સ્લિપ સબમિટ કરવી પડશે.
First published:

Tags: Bank, Business news, Credit Cards, Document, Job, Process, Students