ગબડતા GDP પર પ્રિયંકાનો પ્રહાર : 'ભોંપૂ' વગાડનારી સરકારે અર્થવ્યવસ્થાની હાલત પંચર કરી દીધી

ગબડતા GDP પર પ્રિયંકાનો પ્રહાર : 'ભોંપૂ' વગાડનારી સરકારે અર્થવ્યવસ્થાની હાલત પંચર કરી દીધી
પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ તસવીર)

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હવે તો સ્પષ્ટ કરો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાની આ કરતૂત કોની છે?

 • Share this:
  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આર્થિક વિકાસ દર (Economic Growth Rate)ના છેલ્લા સાત વર્ષના પોતાના લઘુત્તમ સ્તર પર ગબડવાને મુદ્દે શનિવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે ભોંપૂ વગાડનારી ભાજપ સરકારે અર્થવ્યવસ્થાની હાલત પંચર કરી દીધી. તેઓએ સવાલ પૂછતાં કહ્યું કે, અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માટે જવાબદાર કોણ છે?

  પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું કે, જીડીપીના વિકાસ દરથી સ્પષ્ટ છે કે 'અચ્છે દિન'નું ભોપૂં વગાડનારી ભાજપ સરકારે અર્થવ્યવસ્થાની હાલત પંચર કરી દીધી છે. જીડીપીનો ગ્રોથ નથી, ન રૂપિયાની મજબૂતી. રોજગાર ગાયબ છે. તેઓએ પૂછ્યું કે, હવે તો સ્પષ્ટ કરો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાની આ કરતૂત કોની છે?  આ પણ વાંચો, ITR ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ, નહીં ભરો તો થશે 10,000 સુધીનો દંડ

  ઉલ્લેખનીય છે કે, દેશનો આર્થિક વૃદ્ધિ દર 2019-20ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટીને 5 ટકા રહી ગયો છે. તે છેલ્લા 7 વર્ષનું સૌથી ન્યૂનતમ સ્તર છે. ઉત્પાદન ક્ષેત્રમાં ઘટાડો અને કૃષિ ઉત્પાદનની સુસ્તીથી જીડીપી વૃદ્ધિમાં આ ઘટાડો આવ્યો છે. શુક્રવારે જાહેર અધિકૃત આંકડાઓમાં આ જાણકારી આપવામાં આવી છે.

  આ પહેલા નાણાકીય વર્ષ 2012-13ની એપ્રિલ-જૂન અવધિમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર સૌથી નીચલા સ્તરે 4.9 ટકા રહ્યો હતો. એક વર્ષ પહેલા 2018-19ના પહેલા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 8 ટકાના ઉચ્ચ સ્તરે હતો, જ્યારે જાન્યુઆરીથી માર્ચ 2019ના ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 5.8 ટકા નોંધાઈ હતી.

  આ પણ વાંચો, દેશનો વિકાસ દર ગગડીને 5% થયો, ગત વર્ષે આ મહિને 8% હતો
  First published:August 31, 2019, 12:08 pm

  ટૉપ ન્યૂઝ