મોદી સરકારનો મોટો નિર્ણય! ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ મળશે LTC કેશ વાઉચરનો લાભ

હાલમાં, મોટાભાગની કંપનીઓમાં, બેઝિક સેલેરીની તુલનામાં ભથ્થું વધારે હોય છે. આ જ કારણ છે કે, કેન્દ્ર સરકારના નવા નિયમના અમલ બાદ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સૌથી વધુ અસર થશે.

નાણા મંત્રાલય (Finance Ministry) તરફથી કહેવામાં આવ્યું છે કે કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme)નો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીમાં કામ કરતા લોકો અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે.

  • Share this:
    નવી દિલ્હી: તહેવારોની સિઝનમાં મોદી સરકારે ગુરુવારે મોટો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલય (Finance Ministry) તરફથી કહેવામાં આવ્યું છે કે કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme)નો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીમાં કામ કરતા લોકો અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે.

    કેન્દ્રીય કર્મચારીઓની જેમ આ કર્મચારીઓને પણ માન્ય એલટીસી ફેરના ઇન્કમ ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મહત્તમ 36 હજાર રૂપિયાની છૂટ મળશે.

    તમારા માટે કેટલો ફાયદાકારણ રહેશે આ નિર્ણય:

    ટેક્સ નિષ્ણાત ગૌરી ચઢ્ઢાના કહેવા પ્રમાણે જો કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે અથવા કોઈ ઑફર લઈ રહ્યા છે તો તમારે શરતો વાંચવી ખૂબ જ જરૂરી છે. સરકારે લોકોને જે લાભ આપ્યો છે તે ટેક્સ બચાવવાનો ખૂબ સારો રસ્તો છે. આ માટે સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ સ્કીમ કોના કોના માટે ફાયદાકારક છે.

    1) કર્મચારીઓ ચાર વર્ષની અંદર બે વખત એલટીસીની સુવિધા લઈ શકે છે.
    2) આ ઉપરાંત સરકારી કર્મચારીઓએ એલટીસી પર ટેક્સ નથી ચૂકવવો પડતો.
    3) ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ ચાર વર્ષની અંદર બે વખત એલટીસીની સુવિધા મળશે.
    4) એલટીસીની સુવિધા ન લેવા પર કંપની ટેક્સ કપાત બાદ બાકીની રકમ ચૂકવી શકે છે.
    5) નવી સ્કીમ અંતર્ગત લીવ ઇન્કેશમેન્ટ અને એલટીસીથી ત્રણ ગણો વધારે ખર્ચ કરવા પર જ ટેક્સમાં છૂટ મળશે.
    6) આ ઉપરાંત એલટીસીના મળેલા પૈસામાંથી ત્રણ ગણી કિંમતનો સામાન ખરીદવો પડશે.
    7) આ ઉપરાંત તેના પર 12 ટકાથી વધારે જીએસટી હોય.
    8) કર્મચારીઓ જીએસટી બિલ પણ રજૂ કરવું પડશે.
    9) ખરીદી 31 માર્ચ 2021 પહેલા કરવી પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published: