માત્ર 1375 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી! આવી રીતે કરો ટિકિટનું બુકિંગ

અમદાવાદથી જયપુરનું ભાડુ 1499 રૂપિયા અને લખનઉથી દિલ્હીનું ભાડુ 1399 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.

News18 Gujarati
Updated: May 6, 2019, 5:11 PM IST
માત્ર 1375 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી! આવી રીતે કરો ટિકિટનું બુકિંગ
અમદાવાદથી જયપુરનું ભાડુ 1499 રૂપિયા અને લખનઉથી દિલ્હીનું ભાડુ 1399 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.
News18 Gujarati
Updated: May 6, 2019, 5:11 PM IST
પ્રાઈવેટ એરલાયન્સ ગોએરે (GoAir) સસ્તી ફ્લાઈટ ટિકિટની જાહેરાત કરી છે. ગોએર લિમિટેડ પીરિયડ સેલ હેઠળ ડોમેસ્ટિક રૂટ્સ પર 1375 રૂપિયામાં ટિકિટ ઓફર કરી રહી છે. આ ઓફરની શરૂઆત 3 મે 2019ના રોજ થઈ ચુકી છે, અને આ ઓફર 9 મે 2019ના રોજ ખતમ થશે. આ ઓફરમાં 6 ઓક્ટોબર 2019 સુધી યાત્રા કરી શકાશે.

શું છે ઓફર - આ સ્કીમ હેઠળ બાગડોગરાથી ગુવાહાટી સુધી ફ્લાઈટનું ભાડુ 1375 રૂપિયા છે. જ્યારે શ્રીનગરથી મુંબઈનું ભાડુ 6999 રૂપિયા છે. આ સ્કિમ હેઠળ ગુવાહાટીથી બાગડોગરાનું ભાડુ 1649 રૂપિયા જ્યારે ગોવાથી મુંબઈ અને ગોવાથી બેંગ્લોરનું ભાડુ 1999 રૂપિયા હશે. આ સિવાય દિલ્હીથી જમ્મુ રૂટનું ભાડુ પણ 1999 રૂપિયા છે.

અમદાવાદથી જયપુરનું ભાડુ 1499 રૂપિયા અને લખનઉથી દિલ્હીનું ભાડુ 1399 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. નવી સ્કિમ હેઠળ કોલકાતાથી પટના માટે ફ્લાઈટ ટિકિટ 1899 રૂપિયા છે.

જોકે, એરલાઈને સ્પેશ્યલ ફેયરની એક સ્કીમ પણ શરૂ કરી છે, જેના હેઠળ યાત્રા ન્યૂનત્તમ 2765 રૂપિયામાં શરૂ થાય છે. આ સ્કીમ હેઠળ ટિકિટ 2મેથી 8 મે 2019 સુધી બુક કરવામાં આવી રહી છે. ગુવાહાટીથી હૈદરાબાદનું ભાડુ 2765 રૂપિયા અને જયપુરથી મુંબઈનું ભાડુ 3222 રૂપિયા છે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...