Home /News /business /

SBIના ડેબિટ કાર્ડ પર તમે પણ છપાવી શકો છો તમારી તસવીર, આવી છે રીત

SBIના ડેબિટ કાર્ડ પર તમે પણ છપાવી શકો છો તમારી તસવીર, આવી છે રીત

પ્રતિકાત્મક તસવીર

    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને પોતાનો ફોટો એટીએમ કાર્ડ (ડેબિટ કાર્ડ) પર છપાવવાની સુવિધા આપી રહી છે. આ માટે બેંકે એસબીઆઈ ઇન ટચ બ્રાંચ ખોલી છે. આ બ્રાંચોમાં ખાતા ખોલવાની સાથે તમને અનેક સુવિધાઓ પણ મળશે. અહીં તમે બેંક સાથે જોડાયેલા મોટા ભાગના કામ લાઇનમાં ઉભા રહ્યા વગર કરી શકો છો. આ શાખાઓમાં જઈને તમે "AOK" (એકાઉન્ટ ઓપનિંગ કિઓસ્ક) કિઓસ્કથી મિનિટોની અંદર જ તમારું બેંક ખાતું ખોલાવી શકો છો. અહીં તમને કેશ ડિપોઝિટ મશીન અને ચેંક ડિપોઝિટ મશીન જેવી સુવિધા પણ મળશે. અહીં તમારા માટે DCPK (ડેબિટ કાર્ડ પ્રિન્ટિંગ કિઓસ્ક) કિઓસ્ક પણ લાગેલા છે. આ કિઓસ્કમાં તમે ફક્ત પાંચ મિનિટની અંદર ફોટો વાળું ડેબિટ કાર્ડ મેળવી શકો છો.

    થોડી મિનિટોમાં થાય છે કામઃ

    હાલ ઇન ટચ સેવા દેશની 143 એસબીઆઈ બ્રાંચમાં ઉપલબ્ધ છે. આગામી વર્ષમાં આ સેવા અનેક બ્રાંચમાં પહોંચાડવામાં આવશે. જે કામ માટે બે-ત્રણ દિવસ કે ક્યારેક અઠવાડિયું લાગી જતું હોય છે તે કામ અહીં તમે થોડી મિનિટોમાં જ કરી શકો છો. બેન્કિંગ સુવિધાઓ ઉપરાંત એસબીઆઈની સહયોગી કંપનીઓ (જીવન વીમો, જનરલ વીમો, મ્યુચ્યુઅલ ફંડ્સ, ક્રેટિડ કાર્ડ્સ અને એસબીઆઈ કેપ સિક્યોરિટીઝ)ના માધ્યમથી ઓનલાઇન ટ્રેડિંગ સંબંધી કામ પણ કરી શકો છો.

    ડેબિટ કાર્ડ પર લગાવો તમારી તસવીરઃ

    જો તમે તમારા ડેબિટ કાર્ડ પર તમારી તસવીર લગાવવા માંગો છો તો તમારે આ માટે તમારું ખાતું હોય તે બ્રાંચમાં જવાની જરૂર નથી. આ માટે તમારે ઇન ટચ બ્રાંચની મુલાકાત લેવી પડશે. સાથે તમારે વેરિફિકેશન માટે તમારું આધાર કાર્ડ લઈ જવું જરૂરી છે.

    ઇનટચ બ્રાંચમાં આ કામ કરી શકો છોઃ

    એસબીઆઈ ઇન ટચમાં તમે બચત, ચાલુ અને પીએફ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ તમામ કામ એકાઉન્ટ ઓપનિંગ કિઓસ્ક મારફતે કરી શકો છો. કિઓસ્કનું સૌથી ખાસ ફિચર એ છે કે તમે તમારા ડેબિટ કાર્ડ પર તમારી તસવીર છપાવી શકો છો. આ કામ ફક્ત 15 મિનિટમાં થઈ જાય છે. ડેબિટ કાર્ડ પર તમારી તસવીર લગાવવા માટે તમે એ જ બ્રાંચના ગ્રાહક હોવું ફરજિયાત નથી. બેંકના આ ઇન ટચ બ્રાંચમાં તમે 24 કલાક પૈસા અને ચેક જમા કરાવી શકો છો. જો તમે વર્તમાન એસબીઆઈના ગ્રાહક છો તો તમે એસબીઆઈ ઇન ટચ માટે વિનંતી કરી શકો છો. આવું કર્યા બાદ તમને ઇન ટચમાં અપગ્રેડ કરી દેવામાં આવશે.

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cash, Debit card, Deposit, State bank of india, એસબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन