PM મોદીએ કરી વિત્ત મંત્રી સાથે મહત્વની બેઠક, જલ્દી થઈ શકે છે બીજા રાહત પેકેજની જાહેરાત

News18 Gujarati
Updated: May 2, 2020, 4:29 PM IST
PM મોદીએ કરી વિત્ત મંત્રી સાથે મહત્વની બેઠક, જલ્દી થઈ શકે છે બીજા રાહત પેકેજની જાહેરાત
PM મોદીએ કરી વિત્ત મંત્રી સાથે મહત્વની બેઠક, જલ્દી થઈ શકે છે બીજા રાહત પેકેજની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ સહિત પ્રમુખ મંત્રીઓ સાથે બેઠક કરી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શનિવારે ગૃહમંત્રી (Home Minister of India)અમિત શાહ અને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ સહિત પ્રમુખ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે આ બેઠકમાં કોરોના વાયરસ મહામારીને રોકવા અને લોકડાઉનથી પ્રભાવિત ક્ષેત્રો માટે બીજા રાહત પેકેજને લઈને પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિત્ત મંત્રાલયના અધિકારી પણ સામેલ થયા હતા.

શું હશે બીજા રાહત પેકેજમાં

- ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે સરકાર કોરોના વાયરસથી રાહત આપવા માટે વધારેમાં વધારે 4.5 લાખ કરોડ રુપિયા (60 અરબ ડોલર)સુધી ખર્ચ કરી શકે છે. તેનું કારણ એ છે કે સરકારને એ વાતની આશંકા છે કે એક સીમાથી વધારે ખર્ચ કરવા પર તેની સોવરેટ રેટિંગ ઘટાડી દેવામાં આવશે.

- તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર પડશે. વિત્ત મંત્રાલયના અધિકારીએ કહ્યું કે અમે પહેલા પણ GDPના 0.8 ટકાના બરાબર પેકેજ આપી ચૂક્યા છીએ. અમારી પાસે જીડીપીના 1.5%-2% ના બરાબરના પેકેજની વધારે ગુંજાઇશ છે.

આ પણ વાંચો - રાજકોટ : જંગલેશ્વર કોરોના મુક્ત થાય તે માટે પોલીસ અધિકારીઓએ કરી જંગલેશ્વર મહાદેવની પૂજા

નોકરીયાત માટે થઈ શકે છે મોટી જાહેરાત - રોયટર્સના મતે આગામી રાહત પેકેજમાં દેશના ગરીબ લોકોની સાથે-સાથે એવા લોકોને પણ રાહત આપવાની સંભાવના છે જેમની નોકરી ચાલી ગઈ છે.- સાથે ટેક્સ છૂટ અને અન્ય ઉપાયો દ્વારા નાની અને મોટી કંપનીઓને પણ રાહત આપવામાં આવી શકે છે. બે વરિષ્ઠ અધિકારીઓએ નામ જાહેર ન જાહેર કરવાની શરત પર આ જાણકારી આપી, કારણ કે આ મુદ્દાને લઈને હજુપણ વાતચીત ચાલી રહી છે.

આ સેક્ટર્સ માટે પણ થઈ શકે છે મોટી જાહેરાત

- આ પહેલા પ્રધાનમંત્રીએ ગુરુવારે આ મુદ્દા પર અલગ-અલગ ત્રણ મોટી બેઠક કરી હતી. પ્રથમ બેઠકમાં વિદેશી નિવેશ અને ઓદ્યોગિક વિકાસના મુદ્દા પર થઈ હતી. જેમાં વિદેશી, ઘરેલું નિવેશકોને શાનદાર વ્યવસ્થા આપવા પર ચર્ચા થઈ. જેમાં Plug & Play મોડલ પર ભાર આપવામાં આવ્યો હતો.

- આ બેઠકમાં ઓદ્યોગિક નિવેશ વધારવા માટે ખાસ સ્કીમ લાવવા પર વિચાર કરવામાં આવ્યો. PMએ કહ્યું કે સમયબદ્ધ રીતથી જરુરી મંજૂરી મળવી જોઈએ. આ બેઠકમાં વિત્ત મંત્રી અને ઉદ્યોગ મંત્રી હાજર હતા.

- બીજી બેઠકનો મુખ્ય મુદ્દો કોલ, માઇનિંગ સેક્ટરનો વિકાસ હતો. જેમાં કોલ, માઇનિંગમાં રોકાણ વધારવાની રણનીતિ બની. PMએ કહ્યું કે ઇમ્પોર્ટના સ્થાને ઘરેલું કોલસાનો ઉપયોગ થવો જોઈએ. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે અતિરિક્ત બ્લોકની હરાજી જલ્દી કરવામાં આવશે.
First published: May 2, 2020, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading