દુનિયાના 10 પૈસાદારોના સંપત્તિથી પણ મોટું છે ભારતનું રાહત પેકેજ, જાણો - રસપ્રદ વાતો

News18 Gujarati
Updated: May 13, 2020, 4:05 PM IST
દુનિયાના 10 પૈસાદારોના સંપત્તિથી પણ મોટું છે ભારતનું રાહત પેકેજ, જાણો - રસપ્રદ વાતો
ભારતનું રાહત પેકેજ

શું તમે જાણો છો ભારતના રાહત પેકેજમાં કેટલી રકમ ખર્ચ કરવામાં આવે છે? આ એટલી રકમ છે જે 162 દેશોની જીડીપીના બરાબર છે.

  • Share this:
નવી દિલ્હી : શું તમે જાણો છો ભારતના રાહત પેકેજમાં કેટલી રકમ ખર્ચ કરવામાં આવે છે? આ એટલી રકમ છે જે 162 દેશોની જીડીપીના બરાબર છે. જીહાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે, જે દેશની જીડીપીના લગભગ 10 ટકા છે. આ રકમ કેટલી મોટી છેતેનો અંદાજ લગાવવા માટે તેની તુલના કરવાની ખબર પડે.

(1) પાકિસ્તાનની જીડીપીના બરાબર - 20 લાખ કરોડ રૂપિયા ડોલર હિસાબે 266 અબજ ડોલર રૂપિયા થાય છે. એટલે કે, આ વિયતનામ, પોર્ટુગલ, ગ્રીસ, ન્યૂઝિલેન્ડ અને રોમાનિયા જેવા 162 દેશોની જીડીપીથી વધારે છે. આ પાકિસ્તાનના વાર્ષિક જીડીપીના લગભગ બરોબર છે. પાકિસ્તાનની જીડીપી 284 અબજ ડોલર છે.

(2) દુનિયાના 10 પૈસાદાર લોકોની કુલ સંપત્તિ પણ વધારે - બ્લૂમબર્ગના બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર, દેશના ટોપ 10 પૈસાદાર વ્યક્તિઓની વેલ્થ લગભગ 147 અબજ ડોલર છે. જ્યારે પીએમનું રાહત પેકેજ તેનાથી 1.8 ઘણું મોટું છે.

(3) દુનિયાની આ અમીર કંપનીઓની માર્કેટ વેલ્યૂથી પણ વધારે - કોરોના વાયરસ વિરુદ્ધ સરકારે આટલું મોટું રાહત પેકેજ આપ્યું છે જે જેપી મોર્ગન ચેસ અને માસ્ટર કાર્ડના માર્કેટ કેપના બરાબર છે. એટલું જ નહીં, ઈન્ટેલ, વેરિઝોન, કોકોકોલા અને ફાઈઝર જેવી કંપનીઓની વેલ્યૂ આ રાહત પેકેજ કરતા ઓછી છે.

(4) BSEની માર્કેટ વેલ્યૂના 20 ટકા - આ પેકેજ BSE પર લિસ્ટેડ શેર માર્કેટ વેલ્યૂના 20 ટકા છે. મંગળવારે કારોબાર બંધ થયા બાદ BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 121 લાખ કરોડ રૂપિયા હતી.

(5) સરકારના વિનિવેશ ટાર્ગેટના 10 ગણાફિસ્કલ વર્ષ 2021માં ભારતે આક્રામક વિનિવેશ અથવા ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ બનાવ્યો હતો. સરકારનો ઈરાદો કંપનીઓમાં ભાગીદારી બેચીને 2.1 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો હતો. હવે સરકારે જે પેકેજ આપ્યું છે તે તેનું 10 ગણું છે.
First published: May 13, 2020, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading