Home /News /business /PM મોદી આવતીકાલે લોન્ચ કરશે કોમર્શિયલ 5G સેવા, જાણો સામાન્ય લોકોને ક્યારે મળશે સુવિધા

PM મોદી આવતીકાલે લોન્ચ કરશે કોમર્શિયલ 5G સેવા, જાણો સામાન્ય લોકોને ક્યારે મળશે સુવિધા

PM મોદી આવતીકાલે લોન્ચ કરશે 5G સેવા

technology devlopment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5જી સેવાની શરૂઆત કરશે. 5G ટેકનોલોજીની મદદથી કોઈ પણ પરેશાની વિના હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાતિ છે.

    નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5જી સેવાની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીને દ્વારકા સેક્ટર 25માં દિલ્હી મેટ્રોના આગામી સ્ટેશનની એક ભૂગર્ભ ટનલમાંથી 5જી સેવાના કામકાજનું પ્રદર્શન કરવામાં આવશે. 5G ટેકનોલોજીની મદદથી કોઈ પણ પરેશાની વિના હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાતિ છે.

    આ પણ વાંચોઃ ક્ષેત્રીય ગ્રામીણ બેંકના ગ્રાહકોને મોટી ભેટ! આ નિયમમાં કરવામાં આવ્યો ફેરફાર

    વર્ષોની કઠિન મહેનત બાદ 5જી સેવાની શરૂઆત


    સ્ત્રોતો પ્રમાણે, નિર્માણ પામનાર IICC કેમ્પસમાં ટનલના એક ભાગને પસંદ કરવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રીને ટનલની અંદર 5જી નેટવર્કનું પ્રદર્શન દેખાડવામાં આવશે. ટનલની અંદર 5જી સેટઅપમાં ટેલિકમ્યુનિકેશન સાધનો, કેમેરા, ઓપ્ટિકલ ફાઈબર કેબલ સામેલ છે.

    સામાન્ય લોકો સુધી 5જી સેવા પહોંચતા એક વર્ષનો સમય લાગી શકે


    દિલ્હી મેટ્રોએ 5જી પ્રદર્શન માટે સાધનો પૂરા પાડ્યા છે. નિષ્ણાતોનું માનવુ છે કે, કોમર્શિયલ 5જી સેવાની કાલથી શરૂઆત થવા જઈ રહી છે, જો કે તેને સામાન્ય લોકો સુઘી પહોંચતા એક વર્ષનો સમય લાગી શકે છે.

    આ પણ વાંચોઃ ક્ષેત્રીય ગ્રામીણ બેંકના ગ્રાહકોને મોટી ભેટ! આ નિયમમાં કરવામાં આવ્યો ફેરફાર 

    તાજેતરમાં જ 5 જી સ્પેક્ટ્રમની હરાજી થઈ હતી


    સંચાર મંત્રાલયે તેના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, વર્ષોની કઠિન મહેનત પછી 5જી સેવાઓની શરૂઆત થવા જઈ રહી છે. હાલમાં જ 5જી સ્પેકટ્રમની હરાજી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી અને ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતાઓને 1,50,173 કરોડની કુલ આવક સાથે 51,236 MHz ફાળવવામાં આવી હતી. સંચાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ હતું કે, હરાજીએ એક મજબૂત 5જી ઈકોસિસ્ટમને જન્મ આપ્યો છે, જે IoT, M2M, AI, એજ કમ્પ્યૂટિંગ, રોબોટિક્સ વગેરેને લગતી બાબતોને હેન્ડલ કરવા માટે સક્ષમ હશે.


    શું ફાયદો થશે?


    મંત્રાલયે જણાવ્યુ કે, 5જી નવી આર્થિક તકો અને સામાજિક લાભોને પ્રાપ્ત કરી શકે છે, જે ભારતીય સમાજ માટે એક પરિવર્તનકારી શક્તિ બનાવવાની ક્ષમતા પ્રદાન કરે છે. તે દેશને વિકાસના પરંપરાગત અવરોધોને દૂર કરવા, સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ દ્વારા ઈનોવેશનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ‘ડિજિટલ ઈન્ડિયા’ના દ્રષ્ટિકોણને આગળ વધારવામાં મદદ કરશે. ભારત પર 5જીની આર્થિક અસર 2035 સુધી 450 બિલિયન સુઘી પહોંચવાની અપેક્ષા છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: 5G in India, Business news, PM Modi પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन