પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઈમાં રિલાયન્સના કામની પ્રશંસા કરી, ચેરમેન મુકેશ અંબાણીનો આભાર માન્યો

News18 Gujarati
Updated: March 31, 2020, 8:32 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઈમાં રિલાયન્સના કામની પ્રશંસા કરી, ચેરમેન મુકેશ અંબાણીનો આભાર માન્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries Limited) 500 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે

પીએમે કહ્યું - રિલાયન્સની આખી ટીમ COVID-19 સામેની લડાઇમાં પ્રભાવી યોગદાન આપી રહી છે

  • Share this:
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)તરફથી કોરોનાની લડાઇમાં સામાન્ય લોકોની મદદ માટે લીધેલા પગલાંની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister of India) પ્રશંસા કરી છે. પીએમે કહ્યું હતું કે રિલાયન્સની આખી ટીમ COVID-19 સામેની લડાઇમાં પ્રભાવી યોગદાન આપી રહી છે. તે પછી સ્વાસ્થ્ય સેવામાં હોય કે લોકોની સહાયતા કરવામાં, તે બધામાં સક્રિય રહ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ કેયર્સ ફંડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries Limited) 500 કરોડ રુપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે આ વિશે જાણકારી આપી હતી. પીએમ કેયર્સ ફંડમાં 500 કરોડ રુપિયા સિવાય કંપની મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત કોષમાં પણ 5-5 કરોડ રુપિયાની સહાયતા રકમ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મુકેશ અને નીતા અંબાણી જી ને પીએમ કેયર્સમાં યોગદાન આપવા અને કોરોના વાયરસને હરાવવા માટે તેમના અન્ય કામો માટે ધન્યવાદ આપું છું. તમને જણાવી દઈએ કે કોરોના સામેની લડાઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આખી ટીમ સહયોગ કરી રહી છે.


આ પણ વાંચો - PM CARES Fundમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 500 કરોડ આપવાની જાહેરાત, બે રાજ્યને 5-5 કરોડની સહાયતા

રિલાયન્સ તરફથી ઉઠાવવામાં આવેલા પગલાં આ પ્રકારે છે

- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાં 500 કરોડ રુપિયાનું યોગદાન
- મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષમાં 5 કરોડ રુપિયાનું યોગદાન.
- ગુજરાત મુખ્યમંત્રી રાહત કોષમાં 5 કરોડ રુપિયાનું યોગદાન.
- આ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશને (Reliance Foundation) 100 બેડની COVID-19 હોસ્પિટલ ફક્ત 2 સપ્તાહમાં બનાવી.
- 10 દિવસો સુધી 50 લાખ લોકોના ખાવાની વ્યવસ્થા.
- હેલ્થ વર્કસ માટે દરરોજ 1 લાખ માસ્કનું ઉત્પાદન.
- હેલ્થ વર્કસ માટે રોજ હજારો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ.
- દેશભરમાં નોટિફાઇડ ઇમરજન્સી સેવામાં લાગેલા વાહનોમાં મફત ઇંધણની વ્યવસ્થા.
- વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા કંપની લગભગ 40 કરોડ લોકો અને હજારો સંસ્થાનોને સીમલેસ ઇન્ટરનેટની સુવિધા.
- સ્ટોર્સ અને હોમ ડિલિવરીની મદદથી રિલાયન્સ રિટેલ દરરોજ લાખો લોકોના જરુરી સમાનાની વ્યવસ્થા કરાવી રહ્યું છે.
First published: March 31, 2020, 8:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading