PMની નાણામંત્રી સાથે શુક્રવારે મહત્વની બેઠક, ખેડૂતો-વેપારીઓ માટે થઈ શકે છે મોટો નિર્ણય

પીએમ નરેન્દ્ર મોદી અને નિર્મલા સિતારમણ

સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, પીએમ મોદી બેઠકમાં કોરોનાને પહોંચીવળવાના મુદ્દા પર ચર્ચા કરશે. સાથે બીજા આર્થિક પેકેજ પર નિર્ણય થઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી : પીએમ મોદી શુક્રવારે બપોરે 12 કલાકે નાણામંત્રી નિર્મલા સિતારમણ સાથે બેઠક કરશે. આમાં અર્થવ્યવસ્થા માટે રાહત પેકેજ પર વિચાર થઈ શકે છે. સીએનબીસી સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, પીએમ મોદી બેઠકમાં કોરોનાને પહોંચીવળવાના મુદ્દા પર ચર્ચા કરશે. સાથે બીજા આર્થિક પેકેજ પર નિર્ણય થઈ શકે છે.

    શુક્રવારે બપોરે 12 વાગ્યે થશે મહત્વની બેઠક - આ બેઠકમાં પ્રધાનમંત્રી અને નાણામંત્રી સહિત નાણા મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થશે. આ બેઠકમાં MSMEs માટે રાહત પર પણ વિચાર થશે. સાથે ખેડૂતોની આવક અને કૃષિ સંકટ પર પણ ચર્ચા થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં બીજા રાહત પેકેજ પર નિર્ણય થઈ શકે છે.

    રાહત પેકેજથી MSMEs, એક્સપોર્ટ, એવિએસન, કન્સ્ટ્રક્શન સહિત તેવા સેક્ટરોને રાહત મળશે, જેમાં મોટી સંખ્યામાં મજૂરોની જરૂરત પડે છે. કેન્દ્ર સરકાર MSMEsને 20 હજાર કરોડનું રાહત પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. કોરોનાના કારણે આ સેક્ટરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.

    આ પેકેજનો ઉદ્દેશ્ય એવા ઉદ્યોગોને રાહત આપવા માટે છે. સરકાર આવા MSMEsને ટર્નએરાઉન્ડ કેપિટલ આપશે જે લોકડાઉન ખતમ થયા બાદ પોતાના બિઝનેસને નવી રીતે શરૂ કરી શકે.

    પહેલા સરકાર આપી ચુકી છે 1.7 લાખનું રાહત પેકેજ

    સરકાર દ્વારા આ પેકેજથી ખેડૂત, મજૂરો, એસએમઈ સેક્ટરને મોટી રાહત આપી હતી. આ સિવાય ઉજ્જવલા યોજનાની 8 કરોડ મહિલાઓને ફાયદો થશે. 3 મહિના સુધી આ મહિલાઓને ગેસ સિલિન્ડર ફ્રી મળશે. 3 મહિના સુધી મહિલા જનધન એકાઉન્ટમાં 500 રૂપિયા પ્રતિ મહિને નાખવામાં આવશે. ગરીબ વૃદ્ધોને 1000 રૂપિયા પ્રતિ મહિનાની મદદ મળશે. આ સિવાય મનરેગા મજૂરોની મજૂરી 182 રૂપિયાથી વધારી 202 રૂપિયા કરી દેવામાં આવી છે. આનાથી 5 કરોડ પરિવારને ફાયદો થશે. એપ્રિલ-મે માં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવશે. સરકાર તરફથી 3 મહિના સુધી એક કિલો દાળ મળતી રહેશે. આ સિવાય દર મહિને 5 કિલગ્રામ ઘઉં અથવા ચોખા ફ્રી આપવામાં આવશે.
    Published by:kiran mehta
    First published: