Home /News /business /RBI ગવર્નરે PM મોદી સામે આપ્યા બે પ્રેઝન્ટેશન, સરકારને લીધા આવા નિર્ણયો

RBI ગવર્નરે PM મોદી સામે આપ્યા બે પ્રેઝન્ટેશન, સરકારને લીધા આવા નિર્ણયો

અરૂણ જેટલી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

સરકારે વિદેશો પાસેથી લોને લેવાના નિયમોમાં ઢીલ આપવી અને બીનજરૂરી આયોતો ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારે વિદેશો પાસેથી લોને લેવાના નિયમોમાં ઢીલ આપવી અને બીનજરૂરી આયોતો ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. રૂપિયામાં ઘટાડો અને ચાલુ ખાતામાં નુકસાન ઉપર અંકુશ લગાવવાના ઇરાદાથી અમે આ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારે અર્થવ્યવસ્થાના મુદ્દા ઉપર રિઝર્વ બેન્કના ગવર્નર અને નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે.

નાણાંમંત્રી અરુણ જેટલીએ આ અંગે જણાવ્યું કે, વડાપ્રધાને અર્થવ્યવસ્થાની સ્થિતિનું અવલોક કર્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર અને નાણાં મંત્રાલયના અધિકારીઓએ મોદીને સ્થિતિ વિશે માહિતી આપી હતી. સરકાર બિનજરૂરી આયાત ઉપર કાપ મુકશે અને નિકાસ વધારશે. આ સાથે સરકાર એકાઉન્ટ ડેફિસિટી કંટ્રોલ કરવા માટે ઇસીબી, મસાલા બોન્ડ ઉપરથી પ્રતિબંધ હટાવશે.

જેટલીએ કહ્યું કે, નિર્ણયનો હેતું ચાલુ ખાતાની ખાધ ઉપર અંકુશ લાવવા તથા વિદેશી મુદ્રા પ્રવાહને વધારવાનો છે. તેમણે કહ્યું કે, આ ઉપરાંત સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવા તથા બીનજરૂરી આયાત ઉપર અંકુશ લગાવવાનો પણ નિર્ણય કર્યો છે. જેટલીએ એ જણાવ્યું નહીં કે, કયા જિન્સોના આધારે પ્રતિબંધ લગાવવામાં આવશે.

તેમણે કહ્યું કે, વધતા કેડના મામલામાં સમાધાન માટે સરકાર જરૂરી પગલાં ભરશે. આ રીતે બીનજરૂરી આયાતમાં કાપ તથા નિકાસમાં વધારો કરવાનો ઉપાય કરવામાં આવશે. જે જિન્સોના આધારે અંકુશ લગાવવામાં આવશે એ અંગે સંબધિત મંત્રાલયોથી વિચાર વિમર્શ બાદ જ નિર્ણય કરવામાં આવશે.

અમેરિકી ડોલર પ્રમાણે 12 સપ્ટેમ્બરે રેકોર્ડ 72.91 સુધી નીચે ગગડ્યો હતો. જે શુક્રવારે 71.84 ઉપર બંધ રહ્યો હતો. સ્થાનિક ડોમેસ્ટીક કરન્સી ઓગસ્ટથી લઇને અત્યાર સુધી આશરે 6 ટકા ગગડ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ રેકોર્ડ હાઇ સપાટીએ પહોંચ્યો છે.

જેટલીએ કહ્યું કે, આરબીઆઇ ગવર્નર ઉર્જીત પટેલે બેઠક દરમિયાન એક પ્રેજેન્ટેશન પણ આપ્યું હતું. એમાં જણાવવામાં આવ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલત કેવી છે. ભારતીય અર્થવ્યવસ્થા ઉપર બહારના તત્વોની અસર કેવી રીતે પડી શકે છે.
First published:

Tags: Indian economy, Officials, RBI Governor, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો