મોદી સરકાર સસ્તામાં વેચશે AC, વીજળી બિલમાં થશે રાહત

News18 Gujarati
Updated: May 29, 2019, 5:10 PM IST
મોદી સરકાર સસ્તામાં વેચશે AC, વીજળી બિલમાં થશે રાહત
તમારા વીજળી બિલમાં આશરે 35 -40 ટકાનો ઘટાડો થશે.

જુલાઇમાં માર્કેટ રેટથી 15 ટકા સસ્તા એસી લોન્ચ થશે. સાથે સાથે વધારે લાઇટ બિલની ઝંઝટથી પણ છુટકારો અપાવશે.

  • Share this:
આ ગરમીમાં આ સમાચાર ખૂબ જ રાહત આપશે. ગરમીમાં દરેકને ACમાં રહેવું પસંદ પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દી સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. સરકાર માર્કેટ રેટથી 15 ટકા સસ્તા અને બ્રાન્ડેડ AC ખરીદવાની તક આપશે. સરકારી કંપની EESL જલ્દી ભારતીય બજારમાં સસ્તા એસી લોન્ચ કરવા જઈ રહી છે. આ એસીની કિંમત બજેટ રેન્જમાં તો હશે સાથે સાથે વધારે લાઇટ બિલની ઝંઝટથી પણ છુટકારો અપાવશે.

મોદી સરકારની તરફથી બજારમાં ઉપલબ્ધ ACના ભાવ બીજી કંપનીઓના એસી કરતાં 30% સસ્તા હશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. તમે એને ઘરે બેસીને એક ક્લિક પર ખરીદી શકો છો અને ઇચ્છો તો એક્સચેન્જ ઑફરનો પણ ફાયદો ઊઠાવી શકો છો. તમે તમારા જૂના એસી સાથે બદલાવી પણ શકો છો. એનાથી તમારા વીજળી બિલમાં આશરે 35 -40 ટકાનો ઘટાડો થશે. સરકારની આ સુવિધા આવતા એક દોઢ મહિનામાં આપશે. ખરાબ થવા પર તમને કંપનીઓના ચક્કર લગાવવાની જરૂર નથી. એલજી, પેનાસોનિક, બ્લૂ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓ AC સપ્લાઇની રેસમાં છે.ઓનલાઇન બૂકિંગના 24 કલાકની અંદર એસી તમારે લગાવાની ગેરંટી છે. એના માટે સરકારી કંપની EESL જુલાઇથી સામાાન્ય ગ્રાહકો માટે માર્કેટ પ્લેસ લોન્ચ કરશે.

ગ્રાહકને જુલાઇ સુધી સસ્તા એસી મળવાનું શરૂ થઇ જશે. તો કંપનીએ આવતા વર્ષ સુધી 2 લાખ લોકોને એસી વેચવાનો ટાર્ગેટ રાખે છે. એસીને એ જ ગ્રાહકો ખરીદી શકશે જેમના નામ પર વિજળી બિલનું કનેક્શન હશે.

EESL એ જ કંપની જે દેશના ઘણા ઘરોમાં સસ્તા LED બલ્બ અને ટ્યૂબલાઇટ ઉપલબ્ધ કરાવે છે. હવે કંપનીનું લક્ષ્યાંક ઘરે-ઘરે સસ્તા એસી પહોંચાડવાનો છે. આ કંપનીએ સસ્તા ટ્યૂબલાઇટ અને પંખા વેચવાનું કામ વિજળી આપનાર કંપની Discom સાથે મળીને કર્યું હતું.
First published: May 29, 2019
વધુ વાંચો
अगली ख़बर