ખેડૂતોને મળશે 3000 રુપિયાનું પેન્શન, 15 ઓગસ્ટે વડાપ્રધાન કરશે જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે કિસાન પેન્શન યોજનાની શરૂઆતની જાહેરાત કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને પત્ર લખીને યોજનાના અમલીકરણ માટે રચના તૈયાર કરવા સૂચના આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે કિસાન પેન્શન યોજનાની શરૂઆતની જાહેરાત કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને પત્ર લખીને યોજનાના અમલીકરણ માટે રચના તૈયાર કરવા સૂચના આપી છે.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે કિસાન પેન્શન યોજનાની શરૂઆતની જાહેરાત કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને પત્ર લખીને યોજનાના અમલીકરણ માટે મિકેનિઝમ તૈયાર કરવા સૂચના આપી છે. લગભગ 12-13 કરોડ ખેડૂતોને પેન્શન યોજનાનો લાભ મળશે. પ્રથમ તબક્કામાં સરકાર પાંચ કરોડ લોકો સુધી પહોંચશે. 18 થી 40 વર્ષની વયના ખેડૂતો આ યોજના સાથે જોડાશે. 60 વર્ષ પૂરા થવા પર તેઓને 3000 રૂપિયા મહિનાનું પેન્શન મળશે. જો લાભ મેળવનાર વ્યક્તિનું મોત થઇ જાય તો તેની પત્નીને 50 ટકા રકમ મળશે. આ યોજના પર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

  ખેડૂત પેન્શન યોજનાની તૈયારી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટથી શરુ કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને તૈયારી કરવા સૂચના આપી છે. રાજ્યોને યોજના અંગે મિકેનિઝમ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. એલઆઈસી ખેડૂતોના પેન્શન ફંડને મેનેજ કરાશે. આ માટેની નોંધણી આવતા અઠવાડિયાથી શરૂ થશે.

  શું છે યોજના- વડાપ્રધાન ખેડૂત પેન્શન યોજના અંતર્ગત હવે 60 વર્ષની ઉંમરે 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના હેઠળ 12 કરોડ લોકો આવશે. પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડૂત આવશે. આમાં, 18 થી 40 વર્ષના ખેડુતોનો સમાવેશ થશે. .60 વર્ષ બાદ 3 હજાર ખેડૂતને પેન્શન આપવામાં આવશે, તેમા 18 વર્ષના ખેડૂતોને 100 રુપિયા આપવા પડશે. તેની રકમ પણ સરકાર જ આપશે.

  આ પણ વાંચો: કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, ખેડૂતોને મળશે સીધો ફાયદો

  જો ખેડૂત દર મહિને 100 રૂપિયા જમા કરે છે, તો સરકાર દર મહિને 100 રૂપિયા જમા કરશે. આ રીતે 60 વર્ષની ઉમર પછી તેને 3000 સુધીની પેન્શન મળશે. કિસાન પેન્શન યોજના પર લગભગ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.

  અહીંથી વિચાર આવ્યો! - એવું કહેવામાં આવે છે કે ભાજપે ખેડૂતોને પેન્શન આપવાનો વિચાર તેમને હરિયાણા રાજ્યમાંથી આવ્યો છે. ભાજપ શાસિત રાજ્ય હરિયાણામાં ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી.

  જેને ઘણો અભ્યાસ પછી ખેડૂતોને પેન્શન આપવાનું સૂચન કર્યું હતું. બરાલાના સૂચનને સ્વીકારતાં ખટ્ટર સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટમાં તેની જાહેરાત કરી હતી. આ માટે 1500 કરોડ ફાળવ્યા છે. આ અંતર્ગત 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને પેન્શન આપવાનું છે. આ માટે 15 હજારની માસિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે.
  Published by:Bhoomi Koyani
  First published: