મોદી સરકારની ખેડૂતોને વધુ એક ભેટ!કુસુમ યોજનામાં થશે ફેરફાર

ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષ્યાંક તરફ સરકારે મોટુ પગલું ભર્યું

News18 Gujarati
Updated: June 11, 2019, 9:33 PM IST
મોદી સરકારની ખેડૂતોને વધુ એક ભેટ!કુસુમ યોજનામાં થશે ફેરફાર
મોદી સરકારની ખેડૂતોને વધુ એક ભેટ!કુસુમ યોજનામાં થશે ફેરફાર
News18 Gujarati
Updated: June 11, 2019, 9:33 PM IST
ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષ્યાંક તરફ સરકારે મોટુ પગલું ભર્યું છે. CNBC આવાજને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સરકાર કુસુમ યોજના પ્રમાણે વધારે ખેૂડતોને ફાયદો મળે તેથી તેમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઉર્જા મંત્રાલય સોલર સેલ્સ અને મોડ્યૂલ મેન્યુફેક્ચરર માટે કેપિટલ સબસિડી સ્કીમ લાવી રહ્યું છે. આ સ્કીમમાં મેન્યુફેક્ચરરને કુલ ખર્ચની 30 ટકા કેપિટલ સબસિડી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કુસુમ (KUSUM)યોજનામાં ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સોલર પંપ આપવામાં આવશે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારે 2018-19ના બજેટમાં કરી હતી. મોદી સરકારે કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન કુસુમ યોજના વિજળી સંકટથી ઝઝુમી રહેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવી હતી.

સૂત્રોના મતે આને લઈને વિત્ત મંત્રાલયે 10 હજાર કરોડ રુપિયાના ફંડની મંજૂરી આપી દીધી છે. સોલર પંપ દ્વારા સિંચાઈ કરનાર ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે. સોલર મોડ્યુલ યુનિટ માટે 30 ટકા સુધી સરકાર સબસિડી આપશે.

કુસુમ યોજનાના ફાયદા

આ યોજનાથી ખેડૂતોને બે પ્રકારે ફાયદા થશે. એક તો તેમને સિંચાઈ માટે મફત વિજળી મળશે અને બીજો જો તે વધારે વિજળી બનાવીને ગ્રિડને મોકલશે તો તેમને તેના બદલે કમાણી થશે. જો ખેડૂત પાસે બંજર ભૂમિ છે તો તે તેનો ઉપયોગ ઉર્જા ઉત્પાદન માટે કરી શકે છે. તેના કારણે બંજર જમીનમાંથી પણ આવક થશે.

આ પણ વાંચો - હવે બેંકમાં ઝીરો બેલેન્સ ખાતાધારકોને મફત મળશે આ સુવિધા


Loading...

કુસુમ યોજનાની મુખ્ય વાતો
- સૌર ઉર્જા ઉપકરણ સ્થાપિત કરવા માટે ખેડૂતોને ફક્ત 10% રકમ જ ચૂકવવી પડશે.
- કેન્દ્ર સરકાર ખેડૂતોના બેન્ક ખાતામાં સબસિડી જમા કરી દેશે.
- સૌર ઉર્જા માટે પ્લાન્ટ બંજર ભૂમિ પર લગાવવામાં આવશે.
- આ યોજનામાં બેન્ક ખેડૂતોને લોનના રુપમાં 30% રકમ આપશે.
- સરકાર ખેડૂતોને સબસિડીના રુપમાં સોલર પંપની કુલ ખર્ચની 60% રકમ આપશે.

કુસુમ યોજના વિશે વધારે જાણકારી માટે તમે વેબસાઇટ https://mnre.gov.in/# ઉપર જઈને જોઈ શકો છો.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...