PM મોદીની મહેનત રંગ લાવશે તો એપલ ભારતમાં બનાવશે ફોન

Haresh Suthar | News18
Updated: September 25, 2015, 11:07 AM IST
PM મોદીની મહેનત રંગ લાવશે તો એપલ ભારતમાં બનાવશે ફોન
અમેરિકા પ્રવાસે ગયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત રંગ લાવશે તો કદાચ એપલ ભારતમાં આવશે અને અહીં ફોન ઉત્પાદન કરે તો નવાઇ નહીં.

અમેરિકા પ્રવાસે ગયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત રંગ લાવશે તો કદાચ એપલ ભારતમાં આવશે અને અહીં ફોન ઉત્પાદન કરે તો નવાઇ નહીં.

  • News18
  • Last Updated: September 25, 2015, 11:07 AM IST
  • Share this:
ન્યૂયોર્ક # અમેરિકા પ્રવાસે ગયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત રંગ લાવશે તો કદાચ એપલ ભારતમાં આવશે અને અહીં ફોન ઉત્પાદન કરે તો નવાઇ નહીં.

હિન્દુસ્તાન સહિત દુનિયાનો એવો કોઇ દેશ નથી કે જ્યાં એપલ અને સ્ટીવ જોબ્સની પ્રોડક્ટસનો ઉપયોગ ના થતો હોય, આ કંપનીનું હેડક્વાર્ટર સિલિકોન વેલીમાં છે. અમેરિકા પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપલના હેડ ક્વાર્ટર તો નથી જવાના પરંતુ એપલના સીઇઓ ટિમ કુક એમને મળવા હોટલ આવવાના છે.

આ મુલાકાત ઘણી મહત્વની બની રહેશે. કારણ કે જો એપલ ભારતમાં રોકાણ કરવા અને ઉત્પાદન કરવા તૈયાર થશે તો વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની આ મોટી સફળતા હશે. આ મુલાકાતથી એપલના કર્મચારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

એપલની હિન્દુસ્તાન સાથેના સંબંધની વાત કરીએ તો ચોંકાવનારા આંકડા સામે આવે એમ છે. કહેવાઇ રહ્યું છે આ આ કંપનીમાં કામ કરનારાઓમાં દરેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે. ઉપરાંત કંપનીના સોફ્ટવેર, સર્વિસ અને સર્પોટ કામગીરીનો મહત્વ હિસ્સો પણ હિન્દુસ્તાની આઇટી વેન્ડરો પાસે છે.

એપલની સ્થાપના સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજનિયાક અને રોનાલ્ડ વેને સાથે મળીને 1લી એપ્રિલ 1976માં કરી હતી. પ્રારંભે પાંચ વર્ષમાં એપલે 700 ટકાની વૃધ્ધિ સાથે ચાર મબિનામાં બે ગણો નફો મેળવ્યો હતો. આ બધામાં ભારતીયોનો ફાળો મહત્વનો હતો. દુનિયાભરમાં એપલના 70 હજારથી વધુ કર્મચારીઓ છે અને એમાં ભારતીયોનો ભારે દબદબો છે.

કેલિફોર્નિયામાં આઇટી ઇન્ડસ્ટ્રીઝનું વધુ એક નજરાણું છે સેનહોજે સ્થિત સિસ્કો સિસ્ટમ. આંકડા અનુસાર ઇન્ટરનેટના 85 ટકા ટ્રાફિક સિસ્કો સિસ્ટમથી જ ટ્રાવેલ કરે છે. ડિજિટલ ઇન્ડિયાનું સપનું પુરૂ કરવામાં સિસ્કો સાથેના મજબૂત સંબંધો કેટલા કારગત થઇ શકે છે એનો અંદાજો લગાવી શકાય એમ છે.આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિસ્કો મેનેજમેન્ટ સાથે પણ મુલાકાત કરવાના છે. વડાપ્રધાન સિસ્કો સાથે પહેલા પણ અપીલ કરી ચુક્યા છે તે મેક ઇન ઇન્ડિયાની સફળતા માટે ભારતને પોતાનું ઘર બનાવે. સિસ્કો સિસ્ટમ માટે હિન્દુસ્તાન એક મોટું બજાર છે.

સાથોસાથ અન્ય આઇટી કંપનીઓની જેમ અહીં પણ કામ કરવામાં ભારતીયો વધુ છે. ઉપરાંત સસ્તું હોવાને લીધે નેટવર્કિંગ અને સર્વિસિસનું વધુ કામ હિન્દુસ્તાનથી જ થાય છે. મૂળ રૂપથી અન્ય મોટી કંપનીઓના આઇટી નેટવર્કને સપોર્ટ કરવાનું અને દેખરેખ રાખવાનું કામ સિસ્કો કરે છે. સિસ્કોની તાકાત અને ભારતીયો માટે એમાં રોજગારની વધતી સંભાવનો વડાપ્રધાન મોદી માટે મહત્વની છે.
First published: September 25, 2015, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading