કોરોનાથી લડવા બનશે Covid 19 ટાસ્ક ફોર્સ, પીએમ મોદીએ બતાવ્યું - કેવી રીતે કરશે કામ

કોરોનાથી લડવા બનશે Covid 19 ટાસ્ક ફોર્સ, પીએમ મોદીએ બતાવ્યું - કેવી રીતે કરશે કામ
કોરોનાથી લડવા બનશે Covid 19 ટાસ્ક ફોર્સ, પીએમે બતાવ્યું - કેવી રીતે કરશે કામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં આ વિશે જણાવ્યું

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થા (Economic Response Task Force)ને બચાવવા માટે નવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં આ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીથી ઉત્પન થઈ રહેલા આર્થિક પડકારો ધ્યાનમાં રાખતા વિત્ત મંત્રીના નેતૃત્વમાં સરકાર એક કોવિડ-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ (Economic Response Task Force)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યું છે કે વધારે આવકવાળા લોકોએ પોતાને ત્યાં કામ કરતા લોકોનું ધ્યાન રાખવું જોઈએ. જો તે કોરાના વાયરસના કારણે કામ પર નથી આવતા તો તેમનો પગાર ના કાપે. તેમને પણ પોતાનું ઘર ચલાવવું પડે છે. જેથી તેમનું ખાસ ધ્યાન રાખે. કોરોના સાથે લડવા તમે પણ સહયોગી બનો.

  શું કરશે ટાસ્ક ફોર્સ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું કે વિત્ત મંત્રી કોવિડ-19 ટાસ્ક ફોર્સના અધ્યક્ષ હશે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે આર્થિક મુશ્કેલીનો ઓછી કરવા માટે જેટલા પણ પગલા ભર્યા છે તેની ઉપર પ્રભાવી રુપથી અમલ થાય.  આ પણ વાંચો - મને તમારા આવનારા કેટલાક સપ્તાહ જોઈએ, જાણો PM મોદીના સંબોધનની 5 મહત્વની વાતો

  દુનિયાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો - બેંક ઓફ અમેરિકા મેરિલ સિંચે કોરોના વાયરસના કારણે વૈશ્વિક આર્થિક મંદીના ખતરાની ચિંકા વ્યક્ત કરી છે. જેમાં ભારતની આર્થિક વૃદ્ધિ ઉપર પણ અસર થશે. રિપોર્ટ પ્રમાણે વિત્ત વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરના (એપ્રિલ-જૂન) જીડીપી ગ્રોથનો અંદાજ 0.90થી ઘટાડીને 3.1 ટકા કરી દીધો છે.
  Published by:News18 Gujarati
  First published:March 19, 2020, 23:13 pm

  ટૉપ ન્યૂઝ