Tata Motorsના કોમર્શિયલ વાહનોના આ તારીખથી વધશે ભાવ, જાણો કેટલી થશે કિંમત

તાતા મોટર્સના કોમર્શિયલ વાહનો 1 ઓક્ટોબરથી મોંઘા થશે.

ટાટા મોટર્સની સેલ્સ ટોપ ગેરમાં છે. ઓગસ્ટમાં કંપનનું વેચાણ 53 ટકા સુધી વધ્યું છે. કંપનીએ ઓગસ્ટ 2021માં કુલ 54,190 ગાડીઓ વેચી છે. કંપનીએ ઓગસ્ટ 2020માં 35,420 ગાડીઓનું વેચાણ કર્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહનો બનાવતી કંપની ટાટા મોટર્સ (Tata Motors)એ તેની કંપનીની કારોના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 1 ઓક્ટોબરથી કોમર્શિયલ વાહનો(Commercial vehicles)ના ભાવોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સે એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કરવામાં આવશે. સ્ટીલ સહિત અન્ય વસ્તુઓના ભાવમાં વાધરો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    સ્ટીલના ભાવમાં થયેલા વધારાથી ગાડીઓના ભાવ પણ વધશે 

    કંપનીનું કહેવું છે કે, તેણે મેન્યુફેક્ચરિંગના ઘણા સ્તરો પર ખર્ચ ઘટાડીને ભાવ વધારો ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. વધતા ખર્ચને કારણે, ઘણા વાહન ઉત્પાદકોએ તેમના વાહનોના ભાવમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સે અગાઉ ઓગસ્ટમાં તેના પેસેન્જર વાહનો (passenger vehicles) ની કિંમતોમાં વધારો કર્યો છે. આ મહિને દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ત્રીજી વખત તેના અન્ય તમામ મોડલ્સના વેરિએન્ટમાં પણ વધારો કર્યો છે. મારુતિ સુઝુકીએ જાન્યુઆરી અને એપ્રિલમાં એકંદરે કિંમતોમાં લગભગ 3.5 ટકાનો વધારો કર્યો હતો.

    કંપનીના વાહોનું વેચાણ ટોપ ગિયરમાં 

    ટાટા મોટર્સનું વેચાણ ટોપ ગિયરમાં છે. ઓગસ્ટમાં કંપનીનું એકંદર વેચાણ 53 ટકા વધ્યું છે. કંપનીએ ઓગસ્ટ 2021 માં કુલ 54,190 વાહનો વેચ્યા છે. કંપનીએ ઓગસ્ટ 2020 માં 35,420 વાહનો વેચ્યા. તે જ સમયે, ઓગસ્ટ મહિનામાં વ્યાપારી વાહનોના વેચાણમાં 66 ટકાનો વધારો થયો છે. કંપનીએ ઓગસ્ટ 2021 માં 29781 વ્યાપારી વાહનો વેચ્યા છે. જ્યારે ઓગસ્ટ 2021 માં આ વેચાણ 17,889 યુનિટ રહ્યું છે.

    આ પણ વાંચો:  રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરે આ વર્ષે આપ્યું 130% વળતર, તમારી પાસે છે?

    ઓટો કંપનીએ જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં તેના પેસેન્જર વાહનોનું વેચાણ ઓગસ્ટમાં 28,018 હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 18,583 હતું. ઓગસ્ટ 2020ની સરખામણીમાં, ઓગસ્ટ 2021 માં, સંખ્યાના સંદર્ભમાં કંપનીના વેચાણમાં 51 ટકાનો વધારો થયો છે.
    Published by:kuldipsinh barot
    First published: