Home /News /business /પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસરઃ જીવનજરૂરી આ વસ્તુઓ 8% સુધી થશે મોંઘી

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસરઃ જીવનજરૂરી આ વસ્તુઓ 8% સુધી થશે મોંઘી

પ્રતિકાત્મક તસવીર

મોટી કંપનીઓએ ગયા મહિના પોતાની પ્રોડક્ટ્સની કિંમતોમાં ત્રણથી સાત ટકાનો વધારો કરી દીધો છે.

પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પાંચથી આઠ ટકા સુધીનો વધારો થઈ શકે છે. અનેક મોટી કંપનીઓએ તો પહેલા જ ભાવ વધારી દીધા છે. કંપનીઓએ ભાવ વધારા પાછળ પેટ્રોલ-ડીઝલના રેકોર્ડબ્રેક ભાવ, મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં વધારો અને અમુક કોમોડિટિઝના ભાવમાં વધારાને જવાબદાર ગણાવ્યા છે.

નવભારતટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર પ્રમાણે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રિઝના મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરીએ કહ્યુ કે, "મોંઘવારી વધી રહી છે. એવામાં પ્રોડ્કટ્સના ભાવ પહેલાના સ્તર પર જાળવી રાખવા શક્ય નથી. અમે કિંમતોમાં પાંચ ટકાનો વધારો કરી રહ્યા છીએ. અમે મૂલ્ય અને વોલ્યૂમ ગ્રોથને બેલેન્સ કરવાનો પ્રયાસ કરીશું."

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારે થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયા છે. જેની સીધી અસર એફએમસીજી કંપનીઓ પર પડી છે. જોકે, બ્રોકરેજ ફર્મ લેફરીઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની દિગ્ગજ કંપની હિન્દુસ્તાન યૂનિલિવરે ડિટર્જેન્ટ, સ્કિન કેર અને સાબુની અમુક બ્રાન્ડ્સની કિંમતોમાં પાંચથી સાત ટકાનો વધારો કર્યો છે. પેરાશૂટ અને મેરિકોએ હેર ઓઇલ પોર્ટફોલિયોમાં સાત ટકાનો વધારો કર્યો છે. જ્યારે ઓરલ કેર ફર્મ કોલગેટ પામોલિવે અમુક બ્રાન્ડ્રસના ભાવમાં ગયા મહિને ચાર ટકાનો વધારો કર્યો છે.

સ્નેક્સ અને કન્ફેન્શનરી બનાવતી કંપની પારલે પ્રોડક્ટ્સના બિસ્કિટ વર્ટિકલના સીનિયર કેટેગરીના હેડ બી કૃષ્ણ રાવે જણાવ્યું કે, "અમે કિંમતમાં સાતથી આઠ ટકાનો વધારો કરી રહ્યા છીએ. ફક્ત એમએસપીમાં વધારાથી અમારા ખર્ચમાં 10થી 12 ટકાનો વધારો થયા છે. અમે આ સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પર નથી નાખી રહ્યા."

ગયા મહિના ક્રૂડના ભાવમાં સાત ટકા અને એક વર્ષમાં 47 ટકાનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડોલર સામે રૂપિયો પણ નબળો પડ્યો હોવાથી કંપનીઓના પેકિંગ ખર્ચમાં વધારો થશે. બોટલ્સ અને ટ્યૂબમાં પેકિંગ મટિરિયલમાં પેટ્રોલિયમ ડેરિવેટિવનો ઉપયોગ થાય છે. અમુક ફૂડ પ્રોડક્ટ્સના પેકેજિંગમાં પામ ઓયલ બાયપ્રોડક્ટ્સનો પણ ઉપયોગ થાય છે.
First published:

Tags: Diesel, Petrol, Price rise