Home /News /business /TV Mobile: ચીનના શેનઝેનમાં લોકડાઉનમાં વધારો થતા ભારતમાં ટીવી-મોબાઇલ થશે મોંઘા

TV Mobile: ચીનના શેનઝેનમાં લોકડાઉનમાં વધારો થતા ભારતમાં ટીવી-મોબાઇલ થશે મોંઘા

use of smartphone

China Lockdown: નિષ્ણાતો જણાવે છે કે, છેલ્લા એક વર્ષ દરમિયાન કોમ્પોનેન્ટની કિંમત અને માલભાડામાં વધારો થયો છે. મોટાભાગની બ્રાન્ડ કરમાં વૃદ્ધિનો બોજ ઉઠાવી નહીં શકે, આ કારણોસર તેનો બોજ ગ્રાહક પર નાખવામાં આવશે.

નવી દિલ્હી. Shenzhen lockdown: ચીનના ટેક હબ તરીકે ઓળખાતા શેનઝેનમાં કોરોના વાયરસ (coronavirus) ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધવાને કારણે ટેલીવિઝન (TV), લેપટોપ (Laptop) અને સ્માર્ટફોન (Smartphone)ની કિંમત વધી શકે છે. સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની આપૂર્તિ કરતા દેશોમાં ચીનનું નામ પણ સામેલ છે. લાઈવમિંટના એક રિપોર્ટ અનુસાર ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC) માં રિસર્ચ ડાયરેક્ટર નવકિન્દર સિંહે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘ભારતમાં ચીનથી આવનાર 20 થી 50 ટકા ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સના સપ્લાયમાં શેનઝેનની સૌથી મોટી ભાગીદારી છે. જો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો તમામ બ્રાન્ડની પ્રોડ્ક્ટની કિંમતમાં વધારો થશે અને ગ્રાહકે તેની ભરપાઈ કરવાની રહેશે.’

લોકડાઉનમાં વધારો થશે તો મુશ્કેલીમાં વધારો થશે


નવકિન્દર સિંહે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ત્રણ સપ્તાહ કરતા વધુ સમય સુધી લોકડાઉન રહેશે તો જૂન ક્વાર્ટરના છેલ્લા દોઢ મહિનામાં તેની અસર જોવા મળશે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યૂટરની શિપમેન્ટ પર પણ અસર થશે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રિસર્ચ ડાયરેક્ટર તરુણ પાઠકે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 20 માર્ચ પછી પણ લોકડાઉન રહેશે તો ઈલેક્ટ્રીક પ્રોડક્ટની કિંમતમાં વધારો થશે. સ્માર્ટફોનની કિંમતોમાં 5 થી 7 ટકાનો વધારો થશે.

એક વર્ષમાં કોમ્પોનેન્ટની કિંમતમાં વધારો


નિષ્ણાતો જણાવે છે કે, છેલ્લા એક વર્ષ દરમિયાન કોમ્પોનેન્ટની કિંમત અને માલભાડામાં વધારો થયો છે. મોટાભાગની બ્રાન્ડ કરમાં વૃદ્ધિનો બોજ ઉઠાવી નહીં શકે, આ કારણોસર તેનો બોજ ગ્રાહક પર નાખવામાં આવશે. પાઠકે જણાવ્યું કે, ‘કોમ્પોનેન્ટની કમી હોવાના કારણે કોસ્ટ પર પ્રેશર નાખવામાં આવી રહ્યું છે, આ કારણોસર બ્રાન્ડ તેનો સંપૂર્ણ બોજ ગ્રાહક પર નાખશે.

આ પણ વાંચો: એક્સિસ બેંકે પોતાના ગ્રાહકોને આપ્યા ખુશખબર

કિંમતોમાં 20 થી 30 ટકાની વૃદ્ધિ થઈ શકે છે


ગ્રેહાઉન્ડ રિસર્ચના ચીફ એનાલિસ્ટ સંચિત વીર ગોગિયાએ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અનેક બાબતો લોકડાઉનના સમયગાળા પર નિર્ભર કરે છે. ગ્રાહકો 20 થી 30 ટકાની વૃદ્ધિની ગણતરી કરી શકે છે. આગામી એક ક્વાર્ટરમાં સપ્લાય ચેઈન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જશે તો લગભગ 10 થી 15 ટકાની વૃદ્ધિ થઈ શકે છે.

આ પણ વાંચો:  અઠવાડિયાના પ્રથમ દિવસે રોકાણકારો નિરાશ, બજાર ઘટાડા સાથે બંધ

ટીવી 7થી 10 ટકા મોંઘા થઈ શકે છે


દાઈવા બ્રાન્ડ હેઠળ ટીવી બનાવનાર વાઈડિયોટેક્સ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર અર્જુન બજાજે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, લોકડાઉનમાં વૃદ્ધિ થશે તો ઈન્ડસ્ટ્રીની મુશ્કેલીમાં વધારો થશે અને સપ્લાય ચેઈન પર અસર થશે તથા પ્રોડક્શનમાં સુસ્તી જોવા મળશે. આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ છે કે, કાચા માલ માટે ભારત ચીન નિર્ભર છે. શેનઝેનમાં કોરોનાને કારણે અનેક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે જેના કારણે. ટીવીની કિંમતમાં 7 થી 10 ટકાની વૃદ્ધિ થઈ શકે છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, ચીન