LPG Rasoi Gas Cylinder Price: દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો, રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી. આ વખતે તહેવારના સમયગાળાને જોતા સામાન્ય લોકો અને કોમર્શિયલ યૂઝરોને આશા છે કે, આ વખતે 1 ઓક્ટોબર 2022થી કિંમત ઓછી થશે.
નવી દિલ્હીઃ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો, રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ચોક્ક્સપણે ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે તહેવારના સમયગાળાને જોતા સામાન્ય લોકો અને કોમર્શિયલ યૂઝરોને આશા છે કે, આ વખતે 1 ઓક્ટોબર 2022થી કિંમત ઓછી થશે.
સપ્ટેમ્બર મહિનામાં ઓછી થઈ હતી કિંમત
એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો સપ્ટેમ્બર મહિનામાં 100 રૂપિયા ઓછી થઈ ગઈ હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક સપ્ટેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા કરી દીધા હતા. ઈન્ડેનના સિલિન્ડર દિલ્હીમાં 91.50 રૂપિયા, કલકત્તામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં રાંધણ ગેસની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, રાંધણ ગેસ સિલિન્ડર 14 કિલોગ્રામના ભાવમાં કોઈ બદલાવ કરવામાં નહોતા આવ્યા.
દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર 1976.50 રૂપિયાની જગ્યાએ 1,885 રૂપિયામાં મળશે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટીને 1844 અને ચેન્નઈમાં 2045 રૂપિયા થઈ ગઈ છે. જો કે, હવે લોકો અપેક્ષા છે કે, સિલિન્ડરની કિંમતો એકવાર ફરીથી ઓછી થશે.
CNG અને PNGની કિંમતો આવી રીતે નક્કી કરવામાં આવે છે
એલપીજીની કિંમત નક્કી કરવા માટે ઈમ્પોર્ટ પેરિટી પ્રાઈઝનો ફોર્મુલા ઉપયોગમાં લેવામાં આવે છે. સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં ક્રૂડ ઓઈલની કિંમત, ઓઈલ કંપનીનું માર્જિન, માર્કેટિંગ ખર્ચ, ડીલર કમિશન અને જીએસટી સામેલ છે. આ બધા જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને સીએનજીની કિંમત નક્કી કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર