Home /News /business /Gold Silver Price Today: આજે પણ સોનું તૂટ્યું, જુઓ તમારા શહેરમાં કેટલું સસ્તું થયું?

Gold Silver Price Today: આજે પણ સોનું તૂટ્યું, જુઓ તમારા શહેરમાં કેટલું સસ્તું થયું?

આજે ફરી સોનું અને ચાંદી સસ્તા થયા, દુઓ તમારા શહેરના ભાવ.

Gold Silver Price Today 28th November: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.22 ટકા તૂટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,426 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.45 ટકા ઘટીને 61,00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી એક દિવસ ઉપર તો બીજા દિવસે નીચે તેમ બમ્પી રોડ પર પસાર થઈ રહ્યું છે. આજે ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું 53 હજાર તરફ જઈ રહેલા સોનાની ચાલને બ્રેક લાગી છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 62 હજારથી નીચે ઉતરી ગયા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.22 ટકાના ઘટાડા સાથે 52,426 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.45 ટકા ઘટીને 61,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ અદભુત બિઝનેસ પ્લાન : 70 હજારનું રોકાણ કરીને બનાવ્યા 300 કરોડ, ક્રિકેટ-બોલિવૂડની સેલિબ્રિટીઝ પણ છે ગ્રાહક

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.22 ટકાના ઘટાડા સાથે 52,426 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.45 ટકાના ઘટાડા સાથે 62,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,426 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4765 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ થઈ શકે જાયફળની ખેતી, 4 વીઘામાં અઢી લાખની આવક, સાથે જાવંત્રી મફતમાં મળે

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹49,210₹53,670
    Mumbai₹48,560₹52,980
    Delhi₹48,710₹53,140
    Kolkata₹48,560₹52,980
    Bangalore₹48,610₹53,030
    Hyderabad₹48,560₹52,980
    Kerala₹48,560₹52,980
    Pune₹48,560₹52,980
    Vadodara₹48,610₹53,030
    Ahmedabad₹48,610₹53,030
    Jaipur₹48,710₹53,140
    Lucknow₹48,710₹53,140
    Coimbatore₹49,210₹53,670
    Madurai₹49,210₹53,670
    Vijayawada₹48,560₹52,980
    Patna₹48,590₹53,030
    Nagpur₹48,560₹52,980
    Chandigarh₹48,710₹53,140
    Surat₹48,610₹53,030
    Bhubaneswar₹48,560₹52,980
    Mangalore₹48,610₹53,030
    Visakhapatnam₹48,560₹52,980
    Nashik₹48,590₹53,030
    Mysore₹48,610₹53,030

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ Budget 2023: બજેટમાં તમને શું શું જોઈએ છે? 10 ડિસેમ્બર સુધી આ રીતે આપી શકો છો સૂચન

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन