Home /News /business /Gold Silver Price Today: આજે સોનું 54 હજારને પાર થયું, ચાંદી પણ 67 હજારને પાર

Gold Silver Price Today: આજે સોનું 54 હજારને પાર થયું, ચાંદી પણ 67 હજારને પાર

સોના ચાંદીમાં જબ્બર તેજી શું ઓલ ટાઈમ હાઈ પર ફરી પહોંચશે?

Gold Silver Price Today 5th December: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.65 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 54,202 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 1.09 ટકા ઉછળીને 67,174 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજીની સવારી કરી રહ્યા છે. આજે ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું 54 હજારને પાર છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 67 હજારને પાર પહોંચી ગયા છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.65 ટકાના ઉછાળા સાથે 54,202 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.09 ટકા ઉછળીને 67,174 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ  પણ વાંચોઃ RR Kabel IPO: રુપિયા તૈયાર રાખજો, આ કંપની લાવી રહી છે તગડી કમાણીનો મોકો

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.65 ટકાના ઉછાળા સાથે 54,202 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 1.09 ટકાના ઉછાળા સાથે 67,174 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 54,202 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 2989 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Tataના આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની બલ્લે બલ્લે, રુ.10 હજારના બની ગયા રુ.13 લાખ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹50,450₹55,040
    Mumbai₹49,600₹54,110
    Delhi₹49,750₹54,260
    Kolkata₹49,600₹54,110
    Bangalore₹49,650₹54,160
    Hyderabad₹49,600₹54,110
    Kerala₹49,600₹54,110
    Pune₹49,600₹54,110
    Vadodara₹49,650₹54,160
    Ahmedabad₹49,650₹54,160
    Jaipur₹49,750₹54,260
    Lucknow₹49,750₹54,260
    Coimbatore₹50,450₹55,040
    Madurai₹50,450₹55,040
    Vijayawada₹49,600₹54,110
    Patna₹49,630₹54,140
    Nagpur₹49,600₹54,110
    Chandigarh₹49,750₹54,260
    Surat₹49,500₹54,160
    Bhubaneswar₹49,600₹54,110
    Mangalore₹49,650₹54,160
    Visakhapatnam₹49,600₹54,110
    Nashik₹49,600₹54,110
    Mysore₹49,650₹54,160

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ શાકભાજીની ચોરી અટકાવવા ખેડૂત ભાઈઓએ આઇડિયા કર્યો અને હવે થાય છે લાખોમાં કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन