Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીમાં ફરી આજે તેજી, જુઓ તમારા શહેરમાં કિંમત

Gold Silver Price Today: સોના ચાંદીમાં ફરી આજે તેજી, જુઓ તમારા શહેરમાં કિંમત

આજે ફરી સોનું અને ચાંદી મોંઘા થયા, જુઓ તમારા શહેરના આજના ભાવ.

Gold Silver Price Today 30th November: આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.15 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 53,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.15 ટકા ઉછળીને 62,933 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી એક દિવસ ઉપર તો બીજા દિવસે નીચે તેમ બમ્પી રોડ પર પસાર થઈ રહ્યું છે. આજે ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું 53 હજારને પાર છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 63 હજાર આસપાસ પહોંચી ગયા છે. આજે સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.15 ટકાના ઉછાળા સાથે 53,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.15 ટકા ઉછળીને 62,933 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ PMS મેનેજર્સના ફેવરિટ આ મલ્ટિબેગર શેર તમારા પોર્ટફોલિયોમાં હશે તો જરુર લાખોપતિ બનાવશે

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.15 ટકાના ઉછાળા સાથે 53,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.15 ટકાના ઉછાળા સાથે 62,004 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,065 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4126 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹49,360₹53,850
    Mumbai₹48,550₹52,970
    Delhi₹48,700₹53,130
    Kolkata₹48,550₹52,970
    Bangalore₹48,600₹53,020
    Hyderabad₹48,550₹52,970
    Kerala₹48,550₹52,970
    Pune₹48,550₹52,970
    Vadodara₹48,600₹53,020
    Ahmedabad₹48,600₹53,020
    Jaipur₹48,700₹53,130
    Lucknow₹48,700₹53,130
    Coimbatore₹49,360₹53,850
    Madurai₹49,360₹53,850
    Vijayawada₹48,550₹52,970
    Patna₹48,580₹53,020
    Nagpur₹48,550₹52,970
    Chandigarh₹48,700₹53,130
    Surat₹48,600₹53,020
    Bhubaneswar₹48,550₹52,970
    Mangalore₹48,600₹53,020
    Visakhapatnam₹48,550₹52,970
    Nashik₹48,580₹53,000
    Mysore₹48,600₹53,020

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ આ મલ્ટીબેગર કંપની ઓપન માર્કેટમાંથી શેર પરત ખરીદશે: હાલનો ભાવ રૂ. 148 અને બાયબેક પ્રાઈસ રૂ. 200

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો:બ્રોકરેજ હાઉસને આ મિડકેપ સ્ટોક પર છે ભારે વિશ્વાસ, દોઢ વર્ષમાં તિજોરી છલકાવી દેશે

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन