Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીમાં આજે ઉછાળો, સોનું 53ને પાર

Gold Silver Price Today: સોના ચાંદીમાં આજે ઉછાળો, સોનું 53ને પાર

બજારની સાથે સાથે સોના ચાંદીની કિંમતોમાં પણ તેજીનો ઉછાળો દેખાઈ રહ્યો છે.

Gold Silver Price Today 29th November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.41 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 53,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.99 ટકા ઉછળીને 63,004 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી એક દિવસ ઉપર તો બીજા દિવસે નીચે તેમ બમ્પી રોડ પર પસાર થઈ રહ્યું છે. આજે ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું 53 હજારને પાર થયું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 63 હજારથી ઉપર પહોંચી ગયા છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.41 ટકાના ઉછાળા સાથે 53,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.99 ટકા ઉછળીને 63,004 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસને આ મિડકેપ સ્ટોક પર છે ભારે વિશ્વાસ, દોઢ વર્ષમાં તિજોરી છલકાવી દેશે

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.41 ટકાના ઉછાળા સાથે 53,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.99 ટકાના ઉછાળા સાથે 63,004 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,019 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4172 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ માર્કેટ નવી ઉડાન માટે છે તૈયાર, આ 10 શેર્સ મહિના દિવસમાં નસીબ અને તિજોરી બંને ચમકાવશે

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹49,160₹53,630
    Mumbai₹48,460₹52,880
    Delhi₹48,610₹53,040
    Kolkata₹48,460₹52,880
    Bangalore₹48,510₹52,930
    Hyderabad₹48,460₹52,880
    Kerala₹48,460₹52,880
    Pune₹48,460₹52,880
    Vadodara₹48,510₹52,930
    Ahmedabad₹48,510₹52,930
    Jaipur₹48,610₹53,040
    Lucknow₹48,610₹53,040
    Coimbatore₹49,160₹53,630
    Madurai₹49,160₹53,630
    Vijayawada₹48,450₹52,850
    Patna₹48,490₹52,930
    Nagpur₹48,460₹52,880
    Chandigarh₹48,610₹53,040
    Surat₹48,510₹52,930
    Bhubaneswar₹48,460₹52,880
    Mangalore₹48,510₹52,930
    Visakhapatnam₹48,450₹52,850
    Nashik₹48,490₹52,910
    Mysore₹48,510₹52,930

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસ CLSAએ પેટીએમના શેર્સ વેચવાની જગ્યાએ હવે ખરીદવાનું કહ્યું, પણ કેમ?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ શેરબજારમાં તોફાની તેજી, એક્સપર્ટે કહ્યું આ શેર્સમાં રુપિયાના વરસાદની હજુ પણ શક્યતા

     મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन