Home /News /business /Gold Silver Price Today: બજારની સાથે સોના-ચાંદીમાં પણ આગઝરતી તેજી

Gold Silver Price Today: બજારની સાથે સોના-ચાંદીમાં પણ આગઝરતી તેજી

સોના ચાંદીમાં સતત વધારો, સોનું 53ને પાર તો ચાંદી 64 પાર પહોંચ્યું છે.

Gold Silver Price Today 1st December: આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.85 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 53,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 2.16 ટકા ઉછળીને 64,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી એક દિવસ ઉપર તો બીજા દિવસે નીચે તેમ બમ્પી રોડ પર પસાર થઈ રહ્યું છે. આજે ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું 53 હજારને પાર છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 64 હજાર ઉપર પહોંચી ગયા છે. આજે સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.85 ટકાના ઉછાળા સાથે 53,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2.16 ટકા ઉછળીને 64,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ ફૂલોની ખેતી કરીને તમે પણ કમાઈ શકો છો લાખો, અભણ ગુજરાતી ખેડૂતે કરી દેખાડી કમાલ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.85 ટકાના ઉછાળા સાથે 53,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 2.16 ટકાના ઉછાળા સાથે 64,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,380 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3811 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ આજથી બદલાઈ જશે રુપિયા સાથે જોડાયેલા 5 નિયમ, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹49,550₹54,050
    Mumbai₹48,750₹53,180
    Delhi₹45,930₹53,330
    Kolkata₹45,780₹53,180
    Bangalore₹48,800₹53,230
    Hyderabad₹45,780₹53,180
    Kerala₹48,750₹53,180
    Pune₹48,750₹53,180
    Vadodara₹48,800₹53,230
    Ahmedabad₹48,800₹53,230
    Jaipur₹45,930₹53,330
    Lucknow₹45,930₹53,330
    Coimbatore₹49,550₹54,050
    Madurai₹49,550₹54,050
    Vijayawada₹48,750₹53,180
    Patna₹48,800₹53,230
    Nagpur₹48,750₹53,180
    Chandigarh₹45,930₹53,330
    Surat₹48,800₹53,230
    Bhubaneswar₹45,780₹53,180
    Mangalore₹48,800₹53,230
    Visakhapatnam₹48,750₹53,180
    Nashik₹45,780₹53,180
    Mysore₹48,800₹53,230

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ PMS મેનેજર્સના ફેવરિટ આ મલ્ટિબેગર શેર તમારા પોર્ટફોલિયોમાં હશે તો જરુર લાખોપતિ બનાવશે

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन