Home /News /business /Gold Silver Price Today: સોના-ચાંદી ઉછાળો, સોનું ફરી 54 તરફ તો ચાંદી 66 તરફ સરક્યું

Gold Silver Price Today: સોના-ચાંદી ઉછાળો, સોનું ફરી 54 તરફ તો ચાંદી 66 તરફ સરક્યું

શરુઆતમાં ઘટાડા બાદ સોનું ચાંદી આજે પણ ભારે તેજી સાથે વધ્યા

Gold Silver Price Today 6th December: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.40 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 53,721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.67 ટકા ઉછળીને 65,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજીની સવારી કરી રહ્યા છે. આજે સવારના કારોબારમાં ઘટીને ખૂલ્યા બાદ ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું 54 હજાર નીચે સરકી ગયું હતું. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 65 હજાર નીચે જવા તરફ પહોંચી ગયા હતા. જોકે ત્યારબાદ આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.40 ટકાના ઉછાળા સાથે 53,721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.67 ટકા ઉછળીને 65,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચઃ વધુ એક અમદાવાદી કંપનીનો IPO રોકાણકારોને માલામાલ બનાવશે, આજે એલોટમેન્ટ; લાગ્યા કે નહીં ચેક કરો

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.40 ટકાના ઉછાળા સાથે 53,721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.67 ટકાના ઉછાળા સાથે 65,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,721 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3470 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Investing in 2023: નવા વર્ષમાં કમાણી માટે આ ચાર થીમ પર મદાર, બ્રોકરેજ હાઉસે આપી સલાહ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹50,100₹54,650
    Mumbai₹49,300₹53,780
    Delhi₹49,450₹53,930
    Kolkata₹49,300₹53,780
    Bangalore₹49,350₹53,830
    Hyderabad₹49,300₹53,780
    Kerala₹49,300₹53,780
    Pune₹49,300₹53,780
    Vadodara₹49,350₹53,830
    Ahmedabad₹49,350₹53,830
    Jaipur₹49,450₹53,930
    Lucknow₹49,450₹53,930
    Coimbatore₹50,100₹54,650
    Madurai₹50,100₹54,650
    Vijayawada₹49,300₹53,780
    Patna₹49,350₹53,830
    Nagpur₹49,300₹53,780
    Chandigarh₹49,450₹53,930
    Surat₹49,350₹53,830
    Bhubaneswar₹49,300₹53,780
    Mangalore₹49,350₹53,830
    Visakhapatnam₹49,300₹53,780
    Nashik₹49,330₹53,830
    Mysore₹49,350₹53,830

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ Tataના આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની બલ્લે બલ્લે, રુ.10 હજારના બની ગયા રુ.13 લાખ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन