AC-ફ્રીઝ ખરીદવાનો હાલ યોગ્ય સમય, જાન્યુઆરીમાં ભાવ 6 હજાર રૂપિયા સુધી વધી જશે

AC-ફ્રીઝ ખરીદવાનો હાલ યોગ્ય સમય, જાન્યુઆરીમાં ભાવ 6 હજાર રૂપિયા સુધી વધી જશે
પ્રતિકાત્મક તસવીર

ન્યૂ એનર્જી લેવલિંગ નોર્મ્સ (New Energy Labelling Norms) આગામી વર્ષે જાન્યુઆરીથી લાગૂ થશે.

  • Share this:
    નવી દિલ્હી : જો તમે AC (Air Conditioner) અથવા રેફ્રિજરેટર (Refrigerators) ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા ઉતાવળ કરો, કારણ કે નવા વર્ષથી એસી અને ફ્રીજની કિંમત છ હજાર રૂપિયા સુધી વધી શકે છે. હકીકતમાં ન્યૂ એનર્જી લેવલિંગ નોર્મ્સ (New Energy Labelling Norms) આગામી વર્ષે જાન્યુઆરીથી લાગૂ થશે. જે બાદમાં ફાઇવ સ્ટાર રેફ્રિજરેટર બનાવવું છ હજાર રૂપિયા મોંઘું થશે.

    CEAMA (Consumer Electronics and Appliances Manufacturers Association)ના જણાવ્યા પ્રમાણે, લેવલિંગ ગાઇડલાઇન્સ લાગૂ થયા બાદ ઇલેક્ટ્રોનિક નિર્માતાઓને ફાઇવ સ્ટાર ફ્રીઝને કૂલિંગ માટે પરંપરાગત ફોમની જગ્યાએ વેક્યૂમ પેનલનો ઉપયોગ કરવો પડશે. આ માટે પ્રોડક્ટની કિંમત આશરે છ હજાર રૂપિયા સુધી વધી જશે.



    એસીના વેચાણમાં 15%નો વધારો

    આ વર્ષે અંતિમ છ મહિનામાં એસીના વેચાણમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પહેલાથી ચાલી આવતા 35 ટકાના ગ્રોથથી વધારે છે. એસોસિએશને સરકાર પાસેથી માંગણી કરી છે કે તેઓ એસી પર લાગતા જીએસટી દરને ઓછો કરીને 18 ટકાના સ્લેબમાં લાવે.



    કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું કદ 2024-25ના વર્ષ સુધી બેગણું થઈને 1.48 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામ્ય સ્તરે વધી રહેલી ખરીદ શક્તિ, રિટેઇલર્સોની વધી રહેલી પહોંચ, બ્રાન્ડો તેમજ ઉત્પાદકોની મોટી રેન્જને કારણે આમાં વધારો થવાની આશા છે.

    ભારતમાં ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ

    ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો કુલ વેપાર વર્ષ 2018-19માં 76,400 કરોડ રૂપિયા રહ્યો હતો. જે 2024-25માં 1.48 લાખ કરોડ થવાનો અંદાજ છે. 2018-19માં ઘરેલૂ ઉપકરણોનો વેપાર 32,200 કરોડ રૂપિયા રહ્યો હતો. એક અંદાજ પ્રમાણે રેફ્રિજરેટરનું ઉત્પાદન 2018-19માં 145 લાખ યુનિટમાંથી 2024-25 સુધી 275 લાખ યુનિટ સુધી પહોંચી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:November 24, 2019, 11:56 IST

    ટૉપ ન્યૂઝ