દર મહિને 4 રૂપિયા મોંઘો નહીં થાય LPG, સરકારે નિર્ણય પરત લીધો

રકારે થોડા સમય પહેલાં જ આ નિર્ણય કર્યો હતોકે હવેથી LPG સિલેન્ડરનાં ભાવ મહિને ચાર રૂપિાય વધશે. પણ હવે તેમણે આ નિર્ણય પરત લીધો છે.

રકારે થોડા સમય પહેલાં જ આ નિર્ણય કર્યો હતોકે હવેથી LPG સિલેન્ડરનાં ભાવ મહિને ચાર રૂપિાય વધશે. પણ હવે તેમણે આ નિર્ણય પરત લીધો છે.

  • Share this:
નવી દિલ્હી: સરકારે થોડા સમય પહેલાં જ આ નિર્ણય કર્યો હતોકે હવેથી LPG સિલેન્ડરનાં ભાવ મહિને ચાર રૂપિાય વધશે. પણ હવે તેમણે આ નિર્ણય પરત લીધો છે. આ પગલું પરત લેવાનો નિર્ણય એટલે લેવામાં આવ્યો કારણ કે સરકાર ગરીબો પર બોજો નહોતી નાંખવા માંગતી. એક તરફ સરકાર ઉજ્જવલા યોજના દ્વારા ગરીબોને મફતમાં LPG કનેક્શન આપી રહી છે ત્યારે બીજી તરફ
દર મહિને ભાવ વધારી રહી છે તો તેમની નિતિ વિરોધાભાષી થઇ જતી તી. તથી તેમણે દરમહિને LPGનાં ભાવ વધારવાની યોજના રદ્દ કરી દીધી છે.

શું હતો નિર્ણય?
આ પહેલાં સરકારે પબ્લિક યુનિટની તમામ માર્કેટિંગ કંપનીઓને જૂન,2016થી LPG સિલેન્ડરનાં ભાવમાં દર મહિને ચાર રૂપિયા વધારો કરવાનાં નિર્દેશ કર્યા હતાં જે પાછળનું કારણ LPGમાં આપવામાં આવતી સબસિડી પર ધીરે ધીરે સમાપ્ત કરવાનો હતો. સોર્સિસની માનીયે તો આ આદેશ ઓક્ટોબર મહિનામાં પરત લેવામાં આવ્યો છે.

આ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (ISO), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) ઓક્ટોબરથી LPGનાં ભાવ નથી વધાર્યા. આ પહેલાં સુધી પેટ્રોલિયમ કંપનીઓએ 1 જુલાઇ, 2016થી દર મહિને 14.2 કિલોગ્રામનાં LPG સિલેન્ડરનાં ભાવમાં બે રૂપિયા (વેટ શામેલ નથી) વધારવાની અનુમતિ આપવામાં આવી હતી. જે બાદ પેટ્રોલિયમ કંપનીઓએ 10 વખત LPGનાં ભાવ વધાર્યા હતાં. પ્રત્યેક પરિવારને વર્ષે 12 સબસિડીવાળા સિલેન્ડર મળશે જો વધારાની જરૂર પડે તો બજાર મુલ્ય પર સિલેન્ડર મળશે.

ક્યારે વધ્યા હતાં ભાવ?
30 મે, 2017થી LPGનાં ભાવમાં દર મહિને ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ કંપનીઓએ 1 જૂન, 2017થી દર મહિને LPGની કિંમતમાં ચાર-ચાર રૂપિયાનો વધારો કર્યો હતો.
First published: