Home /News /business /2 રૂપિયાથી ડાયરેક્ટ રૂ.57 પર પહોંચ્યો શેરનો ભાવ; આ દિગ્ગજે કર્યું મોટું રોકાણ; તમારી પાસે પણ ગોલ્ડન ચાન્સ
2 રૂપિયાથી ડાયરેક્ટ રૂ.57 પર પહોંચ્યો શેરનો ભાવ; આ દિગ્ગજે કર્યું મોટું રોકાણ; તમારી પાસે પણ ગોલ્ડન ચાન્સ
આ શેરમાં કમાણી થઈ શકે
ગત ત્રણ વર્ષોમાં એનએસઈ પર ISMTનો શેર લગભગ 2.50 રૂપિયાથી 57.20 રૂપિયા પર આવી ગયા છે. ગત છ મહિનામાં આ શેર લગભગ 50 ટકા વધીને 57.20 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેરધારકોને 15 ટકા વળતર મળ્યું છે
નવી દિલ્હીઃ ગત ત્રણ વર્ષોમાં એનએસઈ પર ISMTનો શેર લગભગ 2.50 રૂપિયાથી 57.20 રૂપિયા પર આવી ગયા છે. ગત છ મહિનામાં આ શેર લગભગ 50 ટકા વધીને 57.20 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેરધારકોને 15 ટકા વળતર મળ્યું છે
નવી દિલ્હીઃ ગત કેટલાક વર્ષોમાં ઘણા પેની શેર એવા છે, જેણે રોકાણકારોને તગડું વળતર આપ્યું છે. એવો જ એક શેર છે ISMT. આ શેર ગત ત્રણ વર્ષોમાં 2200 ટકાનું રિટર્ન આપ્યું છે. હવે દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલે પણ આ સ્મોલ-કેપ કંપનીમાં ભાગીદારી વધારી છે.
ગત ત્રણ વર્ષોમાં એનએસઈ પર ISMTના શેર લગભગ 2.50 રૂપિયાથી 57.20 રૂપિયા પર આવી ગયા છે. ગત છ મહિનામાં આ શેર લગભગ 50 ટકા વધીને 57.20 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેરધારકોને 15 ટકા વળતર મળ્યું છે.
ગત એક વર્ષમાં આ સ્મોલ કેપ શેરે તેના પોઝિશનલ રોકાણકારોને લગભગ 20 ટકા વળતર આપ્યું છે. જ્યારે, ત્રણ વર્ષમાં આ સ્મોલ કેપ શેર લગભગ 2.50 રૂપિયાથી વધીને 57.20 રૂપિયા પ્રતિ શેર થઈ ગયો છે, જે 2200 ટકા વળતર દર્શાવે છે.
દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલે ISMTમાં ભાગીદારી વધારી છે. મુકુલ અગ્રવાલે 1.22 ટકાથી 1.33 ટકા ભાગીદારી વધારી છે. ડિસેમ્બર ક્વાટર પ્રમાણે, મુકુલ અગ્રવાલ પાસે ISMTમાં 40,01,346 શેર છે, જે કંપનીની કુલ ચૂકવેલી મૂડીના 1.33 ટકા છે.
જ્યારે સપ્ટેમ્બર ક્વાટરમાં મુકુલ અગ્રવાલની પાસે ISMTના 36,58,506 શેર હતા, જે કંપનીની કુલ ચૂકવેલ મૂડીના 1.22 ટકા હતા. તેનો અર્થ છે કે, મુકુલ અગ્રવાલે કંપનીમાં 3,42,840 નવા શેર એટલે કે 0.09 ટકા હિસ્સેદારી વધારી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર