રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 133 રૂપિયાનો ઘટાડો, જાણો નવો ભાવ

 • Share this:
  LPG ગેસ એટલે કે રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થતાં સામાન્ય માણસને થોડી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 30 નવેમ્બરે વગર સબસિડીવાળા 14.2 કિલો ગ્રામ LPG સિલિન્ડરની કિંમતમાં 133 રૂપિયાનો ઘટાડો કર્યો છે, તો સબસિડીવાળા સિલિન્ડરમાં રૂપિયા 6.25 રૂપિયા ઘટાડ્યા છે.

  કાચા તેલના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં મજબૂતીને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. નવા જાહેર કરવામાં આવેલા ભાવ શુક્રવારની અડધી રાતથી લાગુ થશે.

  કેટલી હશે નવી કિંમત ?

  હાલ દિલ્હીમાં વગર સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 942.50 રૂપિયા છે, ભાવમાં ઘટાડા બાદ નવી કિંમત 809.50 રૂપિયા થશે, તો સબસિડીવાળા LPG સિલિન્ડરનો નવો ભાવ 500.90 રૂપિયા થઇ જશે. હાસ આ સિલિન્ડરની કિંમત 507.42 રૂપિયા છે.
  Published by:Sanjay Vaghela
  First published: