અમેરિકાએ ભારતને આપ્યો મોટો આંચકો! ટ્રમ્પે H-1B વીઝા પર પ્રતિબંધની કરી જાહેરાત

News18 Gujarati
Updated: June 23, 2020, 8:26 AM IST
અમેરિકાએ ભારતને આપ્યો મોટો આંચકો! ટ્રમ્પે H-1B વીઝા પર પ્રતિબંધની કરી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે 31 ડિસેમ્બર સુધી H-B વીઝા પર રોક લગાવવાની જાહેરાત કરી છે

ડોનાલ્ડ ટ્રમ્પે 31 ડિસેમ્બર સુધી H-B વીઝા પર રોક લગાવવાની જાહેરાત કરી છે

  • Share this:
વોશિંગટનઃ કોરોના સંકટ (COVID-19 Crisis)ની વચ્ચે અમેરિકામાં વધેલી બેરોજગારી દર વધતાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ભારતને મોટો આંચકો આપતાં H-1B વીઝા પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. 31 ડિસેમ્બર 2020 સુધી તેની પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે. તેનાથી સૌથી મોટું નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને થશે. નોંધનીય છે કે, અમેરિકામાં કામ કરનારી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સને મળનારા વીઝાને H-1B વીઝા કહે છે. આ વીઝાને એક નિયત અવધિ માટે ઇસ્યૂ કરવામાં આવે છે.

અમેરિકામાં કામ કરવા માટે H-1B વીઝા મેળવનાર લોકોમાં સૌથી વધારે ભારતીય આઈટી પ્રોફેશનલ હોય છે. જેથી વિઝાના પ્રતિબંધ પર સૌથી વધારે નુકસાન ભારતીયોને થશે તે નક્કી છે. જોકે એવી પણ સંભાવના છે કે નવા વીઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વીઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર પડશે નહીં. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે રવિવારે કે સોમવારે નવા વીઝા પ્રતિબંધની જાહેરાત કરશે.

આ પણ વાંચો, Covid-19: હવે લાખની વાત છોડો, 27 જૂને થઈ જશે 1 કરોડ કેસ- 10 Facts

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે અમેરિકામાં બેરોજગારી વધી છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી 2,40,000 લોકો પ્રભાવિત થશે. અમેરિકામાં દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા મળે છે. જેમાં 70 ટકા ભારતીયોને ફાળે આવે છે.

નોંધનીય છે કે, H-1B વીઝા ભારતીય કંપનીઓના અમેરિકન ઓપરેશનની સાથે અમેરિકામાં કામ કરવા ઈચ્છુક ભારતીયોમાં લોકપ્રિય છે. અમેરિકન સરકાર દર વર્ષે H-1B વીઝાને 85,000 સુધી સીમિત કરી દીધો છે, જેમાંથી લગભગ 70% ભારતીયોને જાય છે. ટ્રમ્પ દ્વારા હોટલ અને નિર્માણ કર્મચારી માટે H-2B વીઝા અને રિસર્ચ સ્કોલર્સ અને પ્રોફેસર્સ અને અન્ય સાંસ્કૃતિક અને કામ માટે J-1 વીઝા પણ સસ્પેન્ડ કરી શકે છે.

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર, એક જવાન શહીદ
First published: June 23, 2020, 8:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading