Home /News /business /

સમય પહેલા Personal Loan બંધ કરાવવા માંગો છો? જાણો તમારા Credit Score પર શું અસર પડશે

સમય પહેલા Personal Loan બંધ કરાવવા માંગો છો? જાણો તમારા Credit Score પર શું અસર પડશે

પર્સનલ લોન

Personal Loan Pre-Payment: અનેક લોકો EMIની મગજમારીમાંથી છૂટકારો મેળવવા માટે લોનની સમય પહેલા જ ચૂકવણી કરી દેતા હોય છે. આ કિસ્સામાં તમારા ક્રેડિટ સ્કોર પર શું અસર પડે તેની માહિતી મેળવીએ.

    નવી દિલ્હી: અનેક જરૂરિયાત માટે લોકો પર્સનલ લોન (Personal Loan) લેતા હોય છે. આમ તો પર્સનલ લોન લેવાનું ખૂબ સરળ છે. તમારો નાણાકીય વ્યવહાર સારો હોય તો બેંકો તમને પ્રી-અપ્રૂવ્ડ પર્સનલ લોન (Preapproved Personal Loan) આપતી હોય છે. આ માટે તેમે ઘરે બેઠાં બેઠાં જ અરજી કરી શકો છો. રકમ સીધી જ તમારા ખાતા (Bank account)માં જમા કરી દેવામાં આવે છે. આ ઉપરાંત તમે ઇચ્છો તો બેંકની શાખાની મુલાકાત પણ લઈ શકો છો. જોકે, અહીં એક વાત નોંધવી રહી કે પર્સનલ લોન પર સામાન્ય લોન કરતા વ્યાજનો દર (Rate of interest) થોડો વધારે હોય છે. આથી જ અનેક વખત વ્યક્તિ પાર્ટ પેમેન્ટ અથવા સમય પહેલા લોનની ચૂકવણીનો વિચાર કરતો હોય છે. સમય પહેલા લોનની આંશિક કે પૂર્ણ ચૂકવણીની તમારા ક્રેડિટ સ્કોર (Credit Score) પર શું અસર પડે છે તેની વિગતો જાણીએ.

    પર્સનલ લોન કઈ કઈ રીતે બંધ કરી શકાય?

    1) તમામ હપ્તાની સમયસર ચૂકવણી

    આ પ્રકારમાં તમારે લોનનો સમયગાળો હોય ત્યાં સુધી નિયમિત EMIની ચૂકવણી કરવાની રહે છે. તમામ ઈએમઆઈની ચૂકવણી બાદ તમારી લોન આપોઆપ બંધ થઈ જાય છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં તમારે બેંકને જાણ કરવાની રહેતી નથી. જોકે, તમે ઇચ્છો તો કસ્ટમર કેર અથવા બેંકની શાખાની મુલાકાત લઈ શકો છો.

    2) સમય પહેલા ચૂકવણી

    લોનનો સમયગાળો પૂર્ણ થયા પહેલા જ્યારે કોઈ ગ્રાહક લોનનું પૂરેપૂરું પેમેન્ટ કરવા ઇચ્છે તો તેને પ્રી-ક્લોઝર અથવા સમય પહેલા ચૂકવણી કહેવામાં આવે છે. તમામ બેંકનો લૉક-ઇન પીરિયડ અલગ અલગ હોય છે, જે અંતર્ગત લોનની સમય પહેલા ચૂકવણી કરી શકાય છે. અમુક બેંક લોનની પહેલા ચૂકવણી કરવા પર ચાર્જ પણ લગાડે છે. અમુક બેંક આ માટે કોઈ ચાર્જ નથી લેતી.

    3) આંશિક ચૂકવણી

    આ કિસ્સામાં ગ્રાહક તરફથી લોન પૂર્ણ થયા પહેલા પૂરેપૂરી નહીં પરંતુ અમુક રકમની ચૂકવણી કરવામાં આવે છે. આ માટે તમામ બેંકના નિયમ અલગ અલગ હોય છે. આંશિક ચૂકવણી માટે જે તે બેંકનો સંપર્ક કરીને માહિતી મેળવી લેવી જરૂરી છે.

    આ પણ વાંચો: શું તમે પણ સમય પહેલા ચૂકવવા માંગો છો હોમ લોન? તો જાણો પ્રી-પેમેન્ટના નિયમો વિશે

    ક્રેડિટ સ્કોર પર અસર

    અનેક બેંક તમને પર્સનલ લોનમાં પ્રીપેમેન્ટની સુવિધા આપે છે. આ કિસ્સામાં તમારો સમય અને પૈસા બચી જાય છે. જોકે, અમુક બેંક પ્રીપેમેન્ટ પર 2થી 5 ટકા પેનલ્ટી લે છે. જો તમે તેની ગણતરી કરવા માંગો છો તો તમે ઓનલાઇન EMI કેલક્યુલેટરની મદદથી ગણતરી કરી શકો છો કે તમને પ્રીપેમેન્ટથી કેટલો ફાયદો કે નુકસાન થશે.

    આ પણ વાંચો: Car loan લેતી વખતે આટલી ભૂલો બિલકૂલ ન કરો, આ બાબતોનું રાખો ધ્યાન

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંકોને પર્સનલ લોનના પ્રીપેમેન્ટ પર કોઈ પેનલ્ટી ન લેવાનું કહેવામાં આવ્યું છે. જોકે, આ નિયમ ફ્લોટિંગ રેટ્સ લોન માટે જ લાગૂ પડે છે. જો તમે પણ ભવિષ્યમાં પ્રીપેમેન્ટ કરવા માંગો છો તો બેંકના ફોરક્લોઝર અંગેના નિયમો જરૂરથી જાણી લો. ફૂલ પ્રીપેમેન્ટથી તમારો ક્રેડિટ સ્કોર પણ વધારે સારો થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Personal loan, આરબીઆઇ

    આગામી સમાચાર