આઠ વર્ષીય અરવિન ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવે છે. અરવિનના પિતા સુકુમાર અંબાતીએ ત્રણ વર્ષ પહેલા મુંબઈમાં ક્રિકેટ એકેડમી(Cricket Academy)માં તેનું એડમિશન કરાવ્યું હતું. અરવિનના પિતાએ અરવિનના ભાવિષ્યના ખર્ચાઓ માટે પણ યોજના બનાવી છે. અરવિનની જેમ ઘણા બાળકો ફૂટબોલ (Football), એથ્લેટીક્સ(Athletics), બોક્સિંગ(Boxing), રાઈફલ શુટીંગ(Rifle shooting), ચેસ જેવી અલગ અલગ રમતોમાં આગળ વધી રહ્યા છે. અનેક માતા પિતાઓ તેમના બાળકોને પી.વી.સિંધુ (PV Sindhu), મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) અને નીરજ ચોપડા (Neeraj Chopra) જેવા રમતવીર બનાવવા ઈચ્છે છે. હાલના સમયમાં માતા પિતા પોતાના બાળકને તેમના ગમતા ક્ષેત્રમાં આગળ વધતા જોવા ઈચ્છે છે. તમે પણ ઇચ્છતા હશો.
જોકે, જ્યાં સુધી તમારુ બાળક રાષ્ટ્રીય સ્તર પર રમવાની શરૂઆત ના કરે, ત્યાં સુધી તમારે અલગ અલગ ખર્ચાઓ મેનેજ કરવા પડશે. આ ખર્ચાઓમાં તમારા બાળકોની કોચિંગ ફી, સ્પોર્ટ્સના સાધનો, ટુર્નામેન્ટ પાર્ટીસિપેશન ફી, ટ્રાવેલિંગ ફી અને નિયમિત પોષણનો ખર્ચ શામેલ થશે.
તમારે તમારા બાળકની કારકિર્દી માટે કેટલાક જરૂરી ખર્ચાઓનો અંદાજ લગાવવાની જરૂરિયાત રહેશે. બાળકના ઉચ્ચ શિક્ષણ માટે તેના ભવિષ્યના ખર્ચનું અનુમાન લગાવવાનું રહેશે. યુનિવર્સિટીમાં ફ્રી સ્ટ્રક્ચર વિશેની જાણકારી મેળવીને તમે તે અનુસાર નાણાકીય યોજના બનાવી શકો છો.
રમતગમત ક્ષેત્રે ભવિષ્યના ખર્ચાઓનું અનુમાન લગાવવું ખૂબ જ કઠિન છે. ફિનફિક્સ રિસર્ચ એન્ડ એનાલિટિક્સના ફાઉન્ડર પ્રબલીન બાજપેયીએ જણાવ્યું કે, ‘ટ્રેનિંગના સમયગાળા દરમિયાન તમામ ખર્ચાઓનું અનુમાન લગાવવું ખૂબ જ જરૂરી છે. આ તમામ ખર્ચાઓ વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. માતા પિતાએ બાળકના શૈક્ષણિક ખર્ચની સાથે સાથે બાળકની કોચિંગ ફી, ટ્રાવેલિંગ ફી તથા રમત સંબંધિત અન્ય ખર્ચાઓ માટેનું બજેટ બનાવવાનું રહે છે. પસંદ કરેલ રમત ક્ષેત્ર અનુસાર ખર્ચાઓ અલગ અલગ હોઈ શકે છે.
ગો સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર દીપ્તિ બોપૈયાએ જણાવ્યુ કે, ‘બાળકના સ્પોર્ટ્સના સાધન (ભાલો, બેડમિન્ટન રેકેટ, રાઈફલ વગેરે)ના ખર્ચ તથા રિકરિંગ ખર્ચાઓને ધ્યાનમાં રાખવાના રહેશે. ‘જો તમે કોઈ સ્પોર્ટ્સ એકેડમી અથવા ક્લબ સાથે જોડાયેલા છો, તો તમે સરળતાથી સ્પોર્ટ્સ સાધનની વ્યવસ્થા કરી શકો છો અથવા ભાડે પણ લઈ શકો છો. જૂનિયર સ્તર પર કોઈપણ રમત માટે રિકરિંગ ખર્ચ પ્રતિ માસ રૂ.15 હજાર હોઈ શકે છે, જેમાં ટ્રેનરની ફીસ, પોષણ ખર્ચ તથા અન્ય ખર્ચ શામેલ છે.’
એથ્લેટીક્સની ટ્રેનિંગમાં અન્ય બાબતો કરતા પ્રોટીન સપ્લીમેન્ટ અને એક્સપેન્સિવ સ્પોર્ટ્સ શૂઝમાં રોકાણની અધિક આવશ્યકતા હોય છે. 6-12 વર્ષના એજ ગૃપમાં કુલ વાર્ષિક ખર્ચ રૂ.1 લાખથી અધિક હોઈ શકે છે.
એથ્લેટીક્સ કોચ અજીત કુલકર્ણીએ જણાવ્યું કે, કોચિંગ ફી પ્રતિ માસ રૂ.1,500 હોઈ શકે છે. એથ્લેટીક્સને ઓછામાં ત્રણ થી ચાર જોડી સ્પોર્ટ્સ શૂઝની જરૂરિયાત રહેશે. એક સ્પોર્ટ્સ શૂઝની જોડીની કિંમત રૂ.3 હજાર થી 4 હજાર હોય છે. પ્રોટીન સપ્લીમેન્ટ્સ પર પ્રતિ માસ રૂ.5 હજારનો ખર્ચ થાય છે. ત્યારબાદ તમે સ્કોલરશીપ અથવા સ્પોન્સરશીપ માટે એપ્લાય કરી શકો છો.
મોટાભાગના માતા પિતા પોતાના બાળકની કોચિંગ ફી તથા અન્ય ખર્ચ માટે તેમની બચતનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. 14 વર્ષીય બોક્સર અવધૂત કોલ્ટેની વાત કરવામાં આવે તો, તેમની ટ્રેનિંગમાં પ્રતિ માસ રૂ.1 હજારનો ખર્ચ થાય છે. અવધૂત કોલ્ટેના પિતા સમીર કોલ્ટે IT પ્રોફેશનલ છે, તેમણે કેટલીક માહિતી આપી છે. તેઓ જણાવે છે, કે હું આગામી એક વર્ષમાં અવધૂતની પ્રગતિ પર ધ્યાન આપવાની યોજના બનાવી રહ્યો છું. ત્યારબાદ તેની કારકિર્દી અંગેના ખર્ચની યોજના બનાવવામાં આવશે.
ટૂંકા ગાળાના ખર્ચાઓને અકોમોડેટ કરવા માટે નાણાકીય યોજના બનાવો
ઓપ્ટીમા મીની મેનેજર્સના ફાઉન્ડર પંકજ મથપાલ જણાવે છે કે, શરૂઆતમાં રમત ક્ષેત્રે ખૂબ જ ઓછો ખર્ચ થાય છે. બાળક જ્યારે પ્રોફેશનલ સ્તર પર રમવાના લક્ષ્યની ખૂબ જ નજીક હોય તે સમય ખૂબ જ પડકારજનક હોય છે. બાળક જ્યારે કોચિંગ લેવાનું શરૂ કરે ત્યારે કોચિંગ સેન્ટર પાસેથી ભવિષ્યના ખર્ચાઓ અંગેનો અંદાજો મેળવી લેવો જોઈએ. જો બાળક ખૂબ જ ટેલેન્ટેડ હોય તો, કોચે બાળક પર વધુ ધ્યાન આપવું જોઈએ. ઉપરાંત રમત ક્ષેત્રે તથા ખર્ચાઓ અંગેની યોજના બનાવવી જોઈએ.
અંબાતી જણાવે છે, કે અરવિનના ક્રિકેટ કરિઅર માટે તેમણે નાણાકીય યોજના બનાવી છે. હાલમાં અરવિનની ટ્રેનિંગ પાછળ માસિક રૂ.7 હજારનો ખર્ચ થઈ રહ્યો છે. અન્ય ક્રિકેટના ઈક્વિપમેન્ટ પાછળ માસિક રૂ.7 હજારનો ખર્ચ થઈ રહ્યો છે. ક્વાર્ટરલી બોલ ઉપર રૂ.8 હજારનો ખર્ચ કરવામાં આવે છે. અમારા મિત્રોએ અરવિનને ગિફ્ટરૂપે બેટ આપ્યા હોવાને કારણે, અમારે અત્યાર સુધી બેટ ખરીદવા માટે ખર્ચ કરવો પડ્યો નથી. આ તમામ ખર્ચાઓ અમારી બચતમાંથી કરવામાં આવે છે. અરવિનના માતા પિતાએ પહેલેથી જ અરવિનના આ ખર્ચ માટે રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. અરવિનના પિતાએ જણાવ્યું કે, ‘અમે દર વર્ષે બે થી ત્રણ મ્યુચ્યુઅલ ફંડમાં SIPની મદદથી રૂ.2 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છીએ. અમે અમારું વાર્ષિક બોન્સ બ્લ્યૂ ચિપ સ્ટોકમાં રોકાણ કરીએ છીએ.’
સુકુમાર અંબાતી જણાવે છે કે, તેમણે મુંબઈમાં સંપત્તિઓમાં રોકાણ કર્યું છે. ‘ભલે અરવિનનું ક્રિકેટ કરિઅર યોજના અનુસાર નથી ચાલી રહ્યું, તેમ છતાં અમે ભાડામાંથી આવક મેળવીએ છીએ.’ તમામ માતા-પિતા આ બાબતને સમર્થન આપતા નથી. અનેક મિડલ ક્લાસ ફેમિલી બાળકોના રમત રમવાના સપનાને ધો-8 અથવા 9 સુધી જ સમર્થન આપે છે. ત્યારબાદ બાળકો પર બોર્ડની પરીક્ષાઓનું દબાણ આપવાનું શરૂ કરવામાં આવે છે ને રમતને પ્રાધાન્ય આપવામાં આવતું નથી.
રમત ગમતની ટ્રેનિંગની સાથે સાથે રમવા દરમિયાન થતી ઈજાઓના ઉપચાર માટે પણ ઈમરજન્સી ફંડની આવશ્યકતા રહે છે. જે માટે બાજપેયી એક હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવાની સલાહ આપે છે, જેમાં રમતમાં થતી ઈજાઓને કવર કરી લેવામાં આવે છે.
માતા-પિતાએ મોટા ખર્ચાઓ માટે પણ યોજના બનાવવાની રહેશે. આ પ્રકારના ખર્ચ માટે નિશ્ચિત રકમ અલગ રાખવી જોઈએ. બાળકોના મધ્યમ અને લાંબા ગાળાના ખર્ચ માટે રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો:
શાળામાં શિક્ષણ દરમિયાન જો કોચ તમારા બાળકના ટેલેન્ટને ઓળખે છે, તો તે સમયથી જ તમારે તમારા બાળકના રમત ક્ષેત્રે ભવિષ્ય અંગેની યોજના શરૂ કરી દેવી જોઈએ. તમારુ બાળક 6 વર્ષનું છે અને તમે તમારા બાળકના ટેલેન્ટને ઓળખી લીધું છે, તો બાળકના ભવિષ્ય માટેની નાણાકીય યોજના માટે તમારી પાસે 5-6 વર્ષનો સમય છે. તમે લાર્જ કેપ મ્યુચ્યુલ ફંડ અથવા બ્લ્યૂ ચિપ શેરમાં રોકાણ કરી શકો છો.
લોન્ગ ટર્મ ઓરિયન્ટેડ યોજના અંડર-14 અને અંડર-19ના ચરણમાં મદદ કરશે. આ સમય દરમિયાન તમારા બાળકે દેશભરમાં સતત ટ્રાવેલ કરવું પડી શકે છે. સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર બોપૈયા યોગ્ય ફંડ ઊભું કરવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIPમાં રોકાણ કરવાની સલાહ આપે છે.
ઘરેલું ખર્ચમાં ઘટાડો કરી દો, શોર્ટ ટર્મ માટે ફિક્સ્ડ ઈન્કમમાં રોકાણ કરો
બે થી ત્રણ વર્ષના ટૂંકા સમયગાળા માટે ફિક્સ્ડ ઈન્કમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. એન્ટરટેઈનમેન્ટ અથવા વેકેશનના ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ. કેટલાક પરિવારે આવકના પૂરક સ્ત્રોત પર ધ્યાનમાં આપવાનું રહેશે. તેમણે સ્ટડી અને રમતનો ખર્ચ બંનેની વ્યવસ્થા કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર