31મી મે સુધી બેંક ખાતામાં રાખો રૂ. 342, નહીં તો થશે રૂ. 4 લાખનું નુકસાન

News18 Gujarati
Updated: May 17, 2019, 9:15 AM IST
31મી મે સુધી બેંક ખાતામાં રાખો રૂ. 342, નહીં તો થશે રૂ. 4 લાખનું નુકસાન
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અંતર્ગત કુલ ચાર લાખનો વીમો મળે છે.

  • Share this:
જો તમે કેન્દ્ર સરકારની બે યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ( Pradhan Mantri Suraksha Bima Yojana) લીધી છે તો તમારે તમારા બેંક ખાતામાં રૂ. 342 રાખવા પડશે. જો 31મી મે સુધી આ બેલેન્સ નહીં હોય તો તમારો વીમો રદ થઈ જશે. PMJJBY અને PMSBY અંતર્ગત વીમાની સુવિધા મળે છે.

મળે છે રૂ. ચાર લાખનો વીમો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અંતર્ગત કુલ ચાર લાખનો વીમો મળે છે. PMJJBYમાં 55 વર્ષની ઉંમર સુધી લાઇફ કવર મળે છે. કોઈ કારણસર વીમો લેનાર વ્યક્તિનું મોત થઈ જાય છે તો તેને રૂ. બે લાખનું કવર મળે છે. આ યોજના દર વર્ષે રિન્યૂ થાય છે. આનું વાર્ષીક પ્રિમિયમ રૂ. 330 છે. 18થી 55 વર્ષની કોઈ પણ વ્યક્તિ આ વીમાનો લાભ લઈ શકે છે.જ્યારે PMSBY અંતર્ગત વીમો લેનાર વ્યક્તિનું અકસ્માતમાં મોત થવા પર અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ થવા પર રૂ. 2 લાખનો દુર્ઘટના વીમો મળે છે. હંમેશ માટે આંશિક વિકલાંગ થવાના કેસમાં રૂ. 1 લાખનું વીમા કવર મળે છે. 12 વર્ષથી 70 વર્ષના કોઈ પણ ભારતીય નાગરિક તેનો લાભ લઈ શકે છે. આનું વાર્ષિક પ્રિમિયમ રૂ. 12 છે.

મે મહિનામાં પ્રિમિયમ ભરવાનું હોય છેPMJJBY અને PMSBYનું વાર્ષિક પ્રિમિયમ મે મહિનામાં કપાય છે. PMJJBYનું વાર્ષિક પ્રિમિયમ રૂ. 330 અને PMSBYનું વાર્ષિક પ્રિમિયમ રૂ. 12 છે. બંને વીમા માટે રૂ. 342 ચુકવવા પડે છે. જો મે મહિનાના અંતમાં તમારા ખાતામાં આટલું પ્રિમિયમ જમા નહીં હોય તો તમારો વીમો રદ થઈ જશે.

યોજનાની શરતો :

બેંક ખાતામાં નિર્ધારિત રકમ નહીં હોય તો વીમો રદ થઈ જશે.
બેંક ખાતું બંધ થવાના કેસમાં વીમો રદ થઈ જશે.
આ યોજનાનો લાભ ફક્ત બેંક ખાતાથી જ લઈ શકાશે.
પ્રીમિયમ જમા નહીં થાય તો વીમો રિન્યૂ નહીં થાય.

વધારે જાણકારી માટે તમે www.jansuraksha.gov.in અને www.financialservices.gov.inની મુલાકાત લઈ શકો છો.
First published: May 17, 2019, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading