Home /News /business /EV: પહેલીવાર લોકલ સ્ટાર્ટઅપ કંપની લોન્ચ કરી રહી છે ઇલેક્ટ્રિક SUV કાર, ફૂલ ચાર્જિંગમાં 500 કિ.મી. ચાલશે

EV: પહેલીવાર લોકલ સ્ટાર્ટઅપ કંપની લોન્ચ કરી રહી છે ઇલેક્ટ્રિક SUV કાર, ફૂલ ચાર્જિંગમાં 500 કિ.મી. ચાલશે

Pravaig Defy ઈલેક્ટ્રીક એસયુવી કારની એક્સ શૉરૂમ કિંમત રૂ.39.50 લાખ રાખવામાં આવી છે. હાલમાં તેનું બુકીંગ થઇ રહ્યું છે અને કંપની તેની ડીલેવરી એપ્રિલ 2023 પર આપશે.

EV Car: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે પ્રવેગ ડેફી ઇલેક્ટ્રિક કાર. આ કારનું ઉત્પાદન ભારતમાંજ કરવામાં આવી રહ્યું છે. કારનો લુક ખુબજ આકર્ષિત કરે તેવો છે. ચાલો જાણીએ આ કાર વિશેની અન્ય મહત્વપૂર્ણ માહિતી.

    Newly Launch Electric Car: ભારતીય ઇલેક્ટ્રિક વેહિકલ સ્ટાર્ટપ પ્રવેગએ પ્રથમ સ્વનિર્મિત ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે. જેને ભારતીય બજારમાં લોન્ચ પણ કરવામાં આવી છે. એકદમ નવી નક્કોર Pravaig Defy ઈલેક્ટ્રીક એસયુવી કારની એક્સ શૉરૂમ કિંમત રૂ.39.50 લાખ રાખવામાં આવી છે. હાલમાં તેનું બુકીંગ થઇ રહ્યું છે અને કંપની તેની ડીલેવરી એપ્રિલ 2023 પર આપશે.

    આ કારની ડિઝાઈનની વાત કરીએ તો તે આકર્ષક લાગે છે. તેમજ ભારતમાં મળનારી બીજી અન્ય ઇલેક્ટ્રિક કાર કરતા તે અલગ લાગી રહી છે. તેનો લુક રેંજરોવર અને અમુક સેડાન કાર જેવો બનાવવામાં આવ્યો છે. ટૂંકમાં કહીએ તો કારની ડિઝાઇનમાં કોઈજ ખામી નથી અને બધીજ લાઈટોમાં એલઇડી યુઝ કરવામાં આવી છે. આ સિવાય કારમાં 5G કનેક્ટિવિટી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, OTA અપડેટ, 15.6 ઇંચની સ્ક્રીન સહિતની સુવિધાઓ છે.

    આ પણ વાંચો:આ IPOના રોકાણકારોને તો જલસા જ જલસા, દિવસેને દિવસે કરાવી રહ્યો છે નફો

    કારની ક્ષમતા


    આ કારમાં 90.9 kwh ની બેટરી વાપરવામાં આવી છે. તેમાં ડબલ ઇલેક્રીક મોટર સેટઅપ પણ આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક એસયુવી 402 bph પાવર અને 620 nm નો પીકઅપ ટૉર્ક જનરેટ કરવા માટે સમર્થ છે. કંપનીનો દાવો છે કે કાર 4.9 સેકન્ડમાં 0 થી 100 kmph ની ઝડપ પકડી શકે છે. તેમજ કારની જો ટોપ સ્પીડ વિષે વાત કરવામાં આવે તો તે 210 kmph છે. કંપનીના બતાવ્યા પ્રમાણે કારને 30 મિનિટમાં 80% સુધી ફાસ્ટ ચાર્જ કરી શકાય છે. તેમજ સિંગલ ચાર્જમાં આ કાર 500 કિ.મી. નું અંતર કાપશે.

    આ કારો સાથે મુકાબલો


    Pravaig Defy ઇલેક્ટ્રિક એસયુવીને ભારતમાં 39.50 લાખની એક્સ શૉરૂમ ભાવથી લોન્ચ કરવામાં આવી છે. તેના પ્રિ-બુકીંગ માટે કંપની ઓફિશ્યિલ વેબસાઈટ પર રૂ.51,000 ભરવાના રહેશે. આ કારની BYD Atto 3 અને Volvo XC40 જેવી કારો સાથે ટક્કર થશે.

    આ પણ વાંચો: આજે જ શરૂ કરો આ બિઝનેસ, લાખોમાં થશે કમાણી; સરકાર પણ કરશે મદદ


    70 ટકા કારની નિકાસ કરવામાં આવશે


    કંપનીના એક અધિકારી જણાવી રહ્યા છીએ કે સૌવ પ્રથમ કંપની ભારતીય બજારમાં ફોકસ કરશે. આ પછી 2024 થી કારનું વેચાણ વિદેશમાં કરવામાં આવશે. તેઓના ગણિત મુજબ કંપની ઉત્પાદનના 70% વિદેશમાં વહેચાણ માટે કોસીસ કરશે. આ કંપનીનો મેન્યૂફેચરિંગ પ્લાન્ટ બેંગ્લોરમાં છે. કંપની શરૂઆતમાં થોડું  ઉત્પાદન કરશે અને પછી ડિમાન્ડને જોઈને ઉત્પાદન વધારશે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: E vehicle, Electric car, SUV કાર

    विज्ञापन
    विज्ञापन