Home /News /business /ભારતના લોકોને દાઢે બળગ્યા બાંગલાદેશના બટેટાના બિસ્કિટ, એક આઇડિયાથી કેવી રીતે બની ફેસમ બ્રાન્ડ?

ભારતના લોકોને દાઢે બળગ્યા બાંગલાદેશના બટેટાના બિસ્કિટ, એક આઇડિયાથી કેવી રીતે બની ફેસમ બ્રાન્ડ?

પ્રાણ બિસ્કીટ ફાઈલ તસવીર

Pran Potato Biscuit: દક્ષિણ-પૂર્વ એશિયામાં બટાકાની અનેક પ્રકારની ડિશ બનાવવામાં આવે છે. આ પાકનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી બટાકામાં ઘઉં અને ચોખાનો લોટ ઉમેરીને તેના બિસ્કીટ બનાવવામાં આવે છે.

એક આઈડિયાનું (Idea) મૂલ્ય શું હોય છે? બાંગ્લાદેશની ‘પ્રાણ’ બ્રાન્ડ માટે (Pran brand of bangladesh) આઈડિયા અમુલ્ય બની ગયો છે. ભારતમાં બટાકાના બિસ્કીટનો આવિષ્કાર કરતા પહેલા બાંગ્લાદેશની એક બ્રાન્ડે આ પ્રોડક્ટ માટે પહેલેથી પેટન્ટ કરાવી લીધી હતી. હાલ આ બ્રાન્ડના બિસ્કિટની (Pran Potato Biscuit) માંગ ભારતમાં વધતી જાય છે. ભારતના ગ્રાહકોને આ બિસ્કીટ ખૂબ જ પસંદ આવ્યા છે. જેથી ભારતીય કંપનીઓ (Indian companies) પણ આવા બિસ્કિટ તરફ રસ દાખવવા માંડી છે.જુલાઈમાં ભારતીય બિસ્કીટ ઉદ્યોગની સૌથી મોટી કંપનીઓમાંથી એક બ્રિટાનિયાએ એક અલગ પ્રકારના બિસ્કીટ લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. જેને ‘50-50 પોટેટોઝ’કહેવામાં આવે છે. કંપનીએ જણાવ્યું છે, કે આ બિસ્કીટ મસાલેદાર વેફર જેવા એકદમ પતલા અને ક્રિસ્પી હશે. બ્રિટાનિયાની જેમ ITCએ ‘સનફીસ્ટ ઓલ રાઉન્ડર’ લોન્ચ કર્યું છે. બીજી તરફ બાંગ્લાદેશની ‘પ્રાણ’ કંપનીનું બટાકાના બિસ્કીટને ભારતમાં સ્થાન અપાવવાનું લક્ષ્ય છે.

બાંગ્લાદેશને આઝાદી મળ્યાના દસ વર્ષ બાદ વર્ષ 1981માં પ્રાણ કંપની શરૂ કરવામાં આવી હતી. તેની સ્થાપના બાંગ્લાદેશ સેનામાં નિવૃત્ત મેજર જનરલ અહમદ ખાન દ્વારા કરવામાં આવી હતી. તેઓ રાષ્ટ્રને આર્થિક રીતે મજબૂત અને ગરીબીથી મુક્ત જોવા ઈચ્છતા હતા તથા કૃષિ વ્યવસાયના માધ્યમથી ખેડૂતોને સશક્ત બનાવવા ઈચ્છતા હતા.

પ્રાણની આ પ્રોડક્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. સૌથી પહેલા 1997માં ભારતના ત્રિપુરામાં અગરતલા માટે આ પ્રોડક્ટ આયાત કરવામાં આવી હતી. બંગાલીમાં તેને ‘ચનાચૂર’ કહે છે. હિન્દીમાં તેને ‘નમકીન’ કહે છે કેટલાક સ્થળોએ તેને ‘ચકના’ કહે છે. ભારતમાં તેનો પ્રથમ કન્સાઈનમેન્ટ કોઈપણ પ્રકારના અચકાટ વગર વેચવામાં આવ્યો. બટાકાના બિસ્કીટ પ્રાણના લેબલ સાથે લાલ પેકેટમાં આવતા હતા. આ બિસ્કિટની લોકપ્રિયતાને સરહદોના પ્રશ્નો નડયા નહીં. આ કંપની પોતાની પ્રોડક્ટ માટે Lays જેવી મોટી કંપની સાથે પણ સ્પર્ધા કરી હતી.

આ પણ વાંચોઃ-આ છે ઇન્ડિયાની પહેલી ઇલેક્ટ્રીક સુપરકાર, ફૂલ ચાર્જમાં દોડશે 700km

આ બિસ્કીટ પહેલી વાર લોન્ચ કરવામાં આવ્યા ત્યારે લોકોને પ્રશ્ન થઈ રહ્યો હતો કે, આ ચિપ્સ છે કે બિસ્કીટ છે? PRAN-RFL ગૃપના માર્કેટિંગ નિદેશક કમરુઝ્ઝામન કમલે News18ને જણાવ્યું કે, આ બેમાંથી કંઈ જ નથી. ચિપ્સને ‘જંક ફૂડ’ માનવામાં આવે છે. તે હેલ્ધી નથી. જોકે, આ બિસ્કિટ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. આ કારણોસર અમે એક હેલ્ધી અને ટેસ્ટી બિસ્કીટ બનાવ્યું હતું. અમે આ સ્નેક્સ તરીકે બનાવવા ઈચ્છતા હતા, પરંતુ આ પ્રોડક્ટનો ઉપયોગ દરેક પ્રકારે થાય છે.

આ પણ વાંચોઃ-Aditya Birla Sun Lifeના IPOને મળી મંજૂરી, 25000 કરોડ રૂપિયા હોઇ શકે છે ઇશ્યૂ સાઇઝ

બટાકાના બિસ્કીટ બનાવવા તે એક નવો આઈડિયા છે. બાંગ્લાદેશમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં બટાકાની અનેક પ્રકારની ડિશ બનાવવામાં આવે છે. આ પાકનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી બટાકામાં ઘઉં અને ચોખાનો લોટ ઉમેરીને તેના બિસ્કીટ બનાવવામાં આવે છે. અગાઉ ક્યારેય આ પ્રકારે આ બે વસ્તુઓનું મિશ્રણ કરીને પ્રોડક્ટ બનાવવામાં આવી નહોતી. આ નવીન આઈડિયા કામ કરી ગયો અને બટાકાના ટેસ્ટી અને હેલ્ધી બિસ્કીટ બાંગ્લાદેશની સાથે ભારતમાં પણ પ્રચલિત થયા છે.

અત્યારે પોટાટા પ્રોડક્ટ માત્ર બાંગ્લાદેશમાં ઉત્પાદિત અને નિર્મિત થાય છે. જેની નિકાસ ઘણા સ્થળ પર કરવામાં આવે છે. મોટાભાગની દુકાનોમાં લાલ પેકેટ ઉપસ્થિત હોય જ છે. આ બિસ્કીટનું નામ ભૂલી જતા લોકો તેને લાલ પેકેટ વાળું બિસ્કીટના નામથી પણ યાદ રાખે છે. ભારતમાં એમેઝોન પર પ્રાણ બિસ્કીટ વેચવામાં આવે છે.

આ પ્રકારના બિસ્કિટ અંગેના રિવ્યૂમાં કહેવામા આવ્યું છે કે, લોકો માટે આ બટાકાના બિસ્કીટ નવી બાબત છે. અમને આ બિસ્કીટ આટલા પતલા, મસાલેદાર અને સ્વાદિષ્ટ બનશે તેવી ખબર ન હતી. આ બિસ્કીટ ખૂબ જ સારા છે. હવે અમે રેગ્યુલર ઓર્ડર મેળવવાની યોજના બનાવી રહ્યા છીએ. આ બિસ્કીટ ખૂબ જ વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવે છે.
" isDesktop="true" id="1122100" >


વર્ષ 2015માં પ્રાણે ભારતમાં સૌથી પહેલાઅ અગરતલામાં કારખાનું સ્થાપ્યું હતું. આ જ સ્થળે કંપનીનું સૌથી પહેલું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું, ભારતીય કારખાનાઓ આ બિસ્કીટનું ઉત્પાદન કરતા નથી. મહામારીના કારણે જ્યારે આંતરરાષ્ટ્રીય સીમાઓ બંધ કરવામાં આવી હતી ત્યારે અનેક મહિનાઓ સુધી વેપાર પર અસર થઈ હતી. ભારતમાં આ બિસ્કીટ એક ક્લાસિક પ્રોડક્ટ બની ગયા હતા. બંગાલીમાં પ્રાણનો અર્થ જીવન થાય છે.
Published by:ankit patel
First published:

Tags: બાંગ્લાદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन