રાકેશ ઝુનઝુનવાલાનું Exit તો ડોલી ખન્નાની Entry: આ શેરને લઈને રોકાણકારો મૂંઝાયા
રાકેશ ઝુનઝુનવાલાનું Exit તો ડોલી ખન્નાની Entry: આ શેરને લઈને રોકાણકારો મૂંઝાયા
ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Prakash Pipes stock: બીએસઈ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રકાશ પાઇપ્સમાં એક ટકા કરતા વધારે ભાગીદારી ધરાવતા રોકાણકારોમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ સામેલ નથી.
નવી દિલ્હી: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)ને અનેક લોકો ફોલો કરતા હોય છે. મળતી માહિતી પ્રમાણે ત્રીજા ત્રિમાસિક દરમિયાન બિગ બુલે પ્રકાશ પાઇપ્સ (Prakash Pipes stock) શેરમાં પ્રોફિટ બુક કરાવી લીધો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 દરમિયાન પ્રકાશ પાઇપ્સની શેર હોલ્ડિંગ પેટર્ન (Prakash Pipes Shareholding Pattern) પરથી આ માહિતી સામે આવી છે. બીએસઈ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રકાશ પાઇપ્સમાં એક ટકા કરતા વધારે ભાગીદારી ધરાવતા રોકાણકારોમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ સામેલ નથી.
જોકે, આ શેરમાં એક નવા રોકાણકારે એન્ટ્રી કરી છે. ચેન્નાઈ સ્થિત ડોલી ખન્ના (Dolly Khanna)એ આ શેરમાં 1.35 ટકા ભાગીદારી ખરીદી છે. બીજી તરફ Q3FY22 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાએ તેમનો 1.31 ટકા હિસ્સો વેચી દીધો છે.
ડિસેમ્બર 2021 ક્વાર્ટરની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે પ્રકાશ પ્રાઇપ્સમાં એક ટકા કરતા વધારે હિસ્સો ધરાવનારા શેર ધારકોમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ નથી. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પ્રકાશ પાઇપ્સના 3,12,500 શેર અથવા 1.31 ટકા હિસ્સો ધરાવતા હતા. આનો મતલબ એવા થાય કે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં નફો બૂક કરી લીધો છે. જોકે, એવી કોઈ માહિતી નથી મળી કે બિગ બુલે કંપનીના તમામ શેર વેચી દીધા છે કે નહીં. નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિગત રોકાણકારો કંપનીમાં એક ટકા કરતા ઓછી ભાગીદારી ધરાવતો હોય તો તેની માહિતી સેબીને આપવાની જરૂરિયાત નથી.
રાકેશ ઝુનઝુનવાલાનું નામ ગાયબ થવાની સાથે સાથે ડિસેમ્બર ક્વાર્ટર શેર હોલ્ડિંગ પેટર્નમાં ડોલી ખન્નાનું નામ આ શેરના ધારકોમાં ઉમેરાયું છે. ડોલી ખન્ના પાસે આ કંપનીના 3,24,000 શેર અથવા 1.35 ટકા ભાગીદારી છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન શેર હોલ્ડિંગ પટર્નમાં ડોલી ખન્નાનું નામ સામેલ ન હોવાથી એવું કહી શકાય કે તેમણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન પ્રકાશ પાઇપ્સમાં હિસ્સો ખરીદ્યો છે.
રાકેશ ઝુનઝુનવાલાના એક્ટિઝ અને ડોલી ખન્નાની એન્ટ્રીથી બંનેના પોર્ટફોલિયોના અનુસરતા રોકાણકારો દ્વિધામાં મૂકાયા હોય તે સ્વભાવિક છે. રોકાણકારોને આ દ્વિધામાંથી બહાર નીકળવા માટે ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયાએ રસ્તો બતાવ્યો છે. સુમિત બગડિયાના કહેવા પ્રમાણે ચાર્ટ પેટર્ન પર આ શેર બુલિશ લાગી રહ્યો છે. સુમિત બગડિયાના કહેવા પ્રમાણે 150 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે આ શેરમાં 180-190 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર