Home /News /business /PM Kisan Yojana: ક્યારે આવશે PM કિસાન યોજનાનો આગામી હપ્તો? શું પતિ-પત્ની બંનેને મળશે પૈસા?

PM Kisan Yojana: ક્યારે આવશે PM કિસાન યોજનાનો આગામી હપ્તો? શું પતિ-પત્ની બંનેને મળશે પૈસા?

પીએમ કિસાન સન્માન નિધિ યોજના

PM Kisan Yojana Latest Update: ઇ-કેવાયસી (E-KYC) માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ ખેડૂતોને 31મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું હતું, પરંતુ હવે આ તારીખ લંબાવીને 31મી ઓગસ્ટ કરવામાં આવી છે.

નવી દિલ્હી. PM Kisan Yojana Latest Update: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ યોજનાને શરૂ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં આ બાબતે હંમેશા ઘણા પ્રશ્નો લોકોમાં ઉદ્ભવતા રહે છે. જેમાં આ યોજના માટેની પ્રક્રિયાથી લઈને કેવાયસી તેમજ એક જ ઘરમાં કેટલા લોકોને આ યોજનાનો લાભ મળી શકે વગેરે જેવી બાબતો હંમેશા ચર્ચમાં રહે છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. હવે ઇ-કેવાયસી (E-KYC) માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ ખેડૂતોને 31મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું હતું, પરંતુ હવે આ તારીખ લંબાવીને 31મી ઓગસ્ટ કરવામાં આવી છે. આથી જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી, તેઓ 31 ઓગસ્ટ સુધી કરાવી શકશે. જાણી લો કે જે ખેડૂતો ઇ-કેવાયસી કરાવશે નહીં, તેઓ આગામી હપ્તો મેળવી શકશે નહીં.

આ પણ વાંચો: ભારતના આ ખેડૂત પાસે દુનિયાભરમાંથી લોકો શીખવા આવે છે ઓર્ગેનિક ખેતી

શું પતિ-પત્ની બંનેને રકમ મળે છે?


પીએમ કિસાન યોજના શરૂ કરતી વખતે ખેડૂતો સાથે છેતરપિંડી ન થાય તે માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. લોકો વારંવાર પૂછે છે કે શું પતિ-પત્નીને એકસાથે પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે છે? તો તેનો જવાબ છે - ના. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિ વાર્ષિક છ હજાર રૂપિયા મેળવી શકે છે.

આ પણ વાંચો: ખસની ખેતી કરીને  કરો લાખોમાં કમાણી, ઉજ્જડ જમીનમાં પણ મબલખ પાક ઉતરશે

કેવાયસી પ્રક્રિયા કરવાની સાથે જ ખેડૂતોને બેન્ક ડિટેલ અને આધારકાર્ડ સાથે માહિતી મેચ ન થવા જેવી સમસ્યાઓના કારણે યોજનાનો લાભ મેળવવામાં જે વિલંબ થતો હતો તે પણ ઉકેલાઈ જશે. જો પીએમ કિસાન યોજનાના ફોર્મ ભરતી વખતે તમારી વિગતોમાં કોઈ ભૂલ થઇ છે, તો તમે આ ભૂલોને સુધારવા માટે પહેલા pmkisan.gov.in વેબસાઇટ પર જઈને તેને સુધારી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે પીએમ કિસાન યોજનામાં જે લાભકર્તા તરીકે જે વ્યક્તિનું નામ હોય, બેન્ક એકાઉન્ટ પણ તે જ વ્યક્તિના નામનું હોવું જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: PM Kisan Scheme, કૃષિ, ખેડૂતો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन