મોદી સરકારની ખાસ સ્કીમ, રોજનો રૂપિયો ખર્ચ કરવાથી મળશે 2 લાખ રૂપિયા

News18 Gujarati
Updated: October 20, 2019, 4:50 PM IST
મોદી સરકારની ખાસ સ્કીમ, રોજનો રૂપિયો ખર્ચ કરવાથી મળશે 2 લાખ રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (pradhanmantri jeevan jyoti bima yojna) અંતર્ગત ટર્મપ્લાન લેનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 50 વર્ષ હોવી જોઇએ

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના સમયમાં ઓછામાં ઓછો એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન (Term Insurance Plan) હોવો જરૂરી છે. લોકો ભારે ભરખ પ્રીમિયમના ડરથી ટર્મ ઇન્શ્યોરન્સથી દૂર રહે છે. આવા જ લોકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક સારો વિકલ્પ બની શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) એક ટર્મ પ્લાન છે. જેમાં રોકાણ કર્યા બાદ જો વ્યક્તિનું મોત થાય છે તો તેના પરિવારને બે લાખ રૂપિયા મળશે. દરેક ભારતીય નાગરિકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

શું હોય છે ટર્મ પ્લાન
કોઇપણ ટર્મ પ્લાનનો મતલબ જોખમ સામે સુરક્ષા થાય છે. ટર્મ પ્લાન અંતર્ગત જ્યારે પૉલિસીધારકનું (Policyholder) મોત થાય છે ત્યારે વીમા કંપની ઇન્શ્યોરન્સની (Insured Amount) રકમ આપે છે.

ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જો પૉલિસી લેનાર વ્યક્તિ સમય પૂરો થયા બાદ પણ સાજો સારો રહે છે તો તેને કોઇ લાભ નથી મળતો.

આ પણ વાંચોઃ-PMC બેંક બાદ હવે આ બેંકનું રૂ.11,000 કરોડનું કૌભાંડ, દેશભરમાં 16 જગ્યાએ ACBની રેડ

કેમ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સારો વિકલ્પ છે?-આ યોજનાની ખાસ બાબત એ છે કે ટર્મ પ્લાન ખરીદવા માટે કોઇપણ મેડિકલ તપાસની જરૂરત નથી
-પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (pradhanmantri jeevan jyoti bima yojna) અંતર્ગત ટર્મપ્લાન લેનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે 50 વર્ષ હોવી જોઇએ
-આ પૉલિસીની મેચ્યોરિટીની ઉંમર 55 વર્ષ છે અને આ ટર્મને દરેક વર્ષે અશ્યોર્ડ કરવાની હોય છે. આવી રીતે કુલ વીમાની રકમ 2 લાખ રૂપિયા છે.
-આ ટર્મ પ્લાનનું વાર્ષીક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ રકમ બેન્ક એકાઉન્ટથી ECS થકી લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ-હજી સુધી Income tax Return નથી ભર્યું? તો જલદી કરો, આ છે છેલ્લી તારીખ
- આ પણ ધ્યાન આપવાની બાબત છે કે આ યોજનાની રકમમાં બેન્ક પ્રશાસનિક શુલ્ક ગાલે છે. આ ઉપરાંત GST પણ આપવાનો હોય છે.
-આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિનું જો મોત થાય છે તો તેના નૉમિનીને બે લાખ રૂપિયા મળે છે.

આ પણ વાંચોઃ-અન્ય સ્ત્રીના પ્રેમમાં પાગલ હતો પતિ, પત્નીએ વિરોધ કર્યો તો મળી આવી સજા

- આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ જો જો અનેક બેન્કોને પ્રીમિયમ ચૂકવ્યું હશે તો પણ કુલ મૃત્યુ લાભ 2 લાખ રૂપિયાથી વધારે નહીં હોઇ શકે. આ યોજના અંતર્ગત ટર્મ પ્લાનની રકમ એક વર્ષથી વધારે સમય માટે પસંદ કરી શકાય છે.
- લાંબા ગાળાનો વીમા વિકલ્પ પસંદ કરવા પર બેંક દર વર્ષે પ્રીમિયમની રકમ બેંકના ખાતામાંથી જાતે કાપી લે છે.-પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાને કોઇપણ દિવસે ખરીદી શકાય છે. પરંતુ આ યોજના અંતર્ગત કવરેજ આગામી વર્ષના 31 મે સુધી જ હશે.
-ત્યારબાદ દરેક વર્ષની 1 જૂનના દિવસે બેંક ખાતામાંથી પ્રીમિયમની રકમ ચૂકવીને રિન્યૂ કરી શકાય છે.
First published: October 20, 2019, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading