નવી દિલ્હી. કોરોનાના આ સંકટ કાળ (Corona pandemic)માં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે. આ બધાની વચ્ચે કોરોનાએ જીવન વીમા (Life Insurance Plan)નું મહત્ત્વ વધારી દીધું છે. જોકે, આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. એવામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana-PMSBY) ઘણા ઓછા પ્રીમિયમમાં જીવન વીમો પ્રદાન કરે છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જે હેઠળ માત્ર 12 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. આવો જાણીએ આ સ્કીમ વિશે...
મે મહિનાના અંતમાં કપાય છે પ્રીમિયમ
કેન્દ્ર સરકારે થોડા વર્ષ પહેલા ખૂબ જ સામાન્ય પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. મે મહિનાના અંતમાં આપને આ પ્રીમિયમની ચૂકવણી કરવાની હોય છે. આપના બેંકના ખાતાથી 31 મેના રોજ આ રકમ ઓટો ડેબિટ થઈ જાય છે. જો આપે PMSBY લીધો છે તો આપના એકાઉન્ટમાં બેલેન્સ ચોક્કસ રાખવું જોઈએ.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ 18-70 વર્ષ સુધીની ઉંમરના લોકો ઉઠાવી શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. PMSBY પોલિસીનું પ્રીમિયમ પણ સીધું બેંક એકાઉન્ટમાંથી કપાય છે. પોલિસી ખરીદતી વખતેજ બેંક ખાતાને PMSBY સાથે લિંક કરાવવામાં આવે છે. PMSBY પોલિસી અનુસાર વીમા ખરીદનાર ગ્રાહકનું અકસ્માતમાં મોત થવા કે વિકલાંગ થવાની સ્થિતિમાં 2 લાખ રૂપિયાની રકમ તેમના આશ્રિતને મળે છે.
બેંકની કોઈ પણ શાખામાં જઈને તમે આ પોલિસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્ર પણ PMSBYને ઘરે-ઘરે પહોંચાડી રહ્યા છે. વીમા એજન્ટથી પણ તેના માટે સંપર્ક કરી શકાય છે. સરકારી વીમા કંપનીઓ અને અનેક ખાનગી વીમા કંપનીઓ પણ આ પ્લાન વેચે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર