Home /News /business /મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવો લાભ, આવી રીતે કરો અરજી

મોદી સરકાર આ મહિલાઓના ખાતામાં જમા કરી રહી છે 5 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવો લાભ, આવી રીતે કરો અરજી

અત્યાર સુધીમાં લાખો-કરોડો મહિલાઓએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફાયદો ઉઠાવી રહી છે

અત્યાર સુધીમાં લાખો-કરોડો મહિલાઓએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફાયદો ઉઠાવી રહી છે

નવી દિલ્હી. કોરોનાના આ સંકટ કાળ (Corona Pandemic)માં સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર સીધી રીતે અસર પડી છે. એવામાં પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓ ના કલ્યાણ માટે જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (Pradhan Mantri Matru Vandana Yojana- PMMVY) તેમના માટે વરદાન સાબિત થઈ રહી છે. અત્યાર સુધી લાખો-કરોડો મહિલાઓએ આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફાયદો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકાર (Central government) ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. જો આપને પણ આ લાભ લેવો છે તો આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવી શકાય છે.

જાણો PMMVY યોજના વિશે

દેશભરમાં મહિલાઓ અને નવજાત બાળકોના ભવિષ્યને લઈને કેન્દ્ર સરકાર અનેક અગત્યના પગલાં ઉઠાવી રહી છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે PMMVY યોજના બનાવી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવી રહેલી મહિલાઓને 5000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. 5000 રૂપિયા ત્રણ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવે છે. નોંધનીય છે કે, 19 વર્ષથી પહેલા ગર્ભવતી થયેલી મહિલાઓને તેનો લાભ નહીં મળે.

આ પણ જુઓ, Viral Video: પિતાની અસ્થિઓ લેવા આવેલા દીકરાઓ સ્મશાનમાં જ ઝઘડી પડ્યા, જાણો શું છે કારણ

જાણો ક્યારે-ક્યારે મળે છે પૈસા

Pradhan Mantri Matru Vandana યોજના હેઠળ પહેલીવાર ગર્ભવતી થતાં પોષણ માટે 5000 રૂપિયા ગર્ભવતીના ખાતામાં આપવામાં આવે છે. તેનો પહેલો હપ્તો 1000 રૂપિયાની ગર્ભધારણના 150 દિવસની અંદર ગર્ભવતી મહિલાના રજિસ્ટ્રેશન થતાં આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 2000 રૂપિયા 180 દિવસની અંદર અને ઓછામાં ઓછા પ્રસવ પર્વ તપાસ થતા આપવામાં આવે છે. ત્રીજો હપ્તો 2000 રૂપિયા પ્રસવ બાદ અને શિશુના પ્રથમ રસીકરણનું ચક્ર પૂર્ણ થવા મળે છે.

આ પણ વાંચો, સુહાગરાત સમયે દુલ્હને કહ્યું- ‘પેટમાં દુખાવો થાય છે’, ત્યારબાદ જે થયું તે જાણીને હોશ ઊડી જશે

આ મહિલાઓને મળે છે તેનો લાભ

આ યોજનાનો લાભ એ મહિલાઓને મળે છે જે દૈનિક પગાર પર કામ કરી રહી છે કે પછી જેની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાવસ્થા દરમિયાન મજૂરીમાં થયેલા નુકસાનને ઓછું કરવાનો છે. આ આર્થિક મદદ મળવાથી ગર્ભવતી મહિલાઓને આરામ કરવાનો સમય મળી જાય છે. આ યોજનાનો લાભ એ મહિલાઓને નથી મળતો જે કોઈ પણ કેન્દ્રીય કે પછી રાજ્ય સરકારના ઉપક્રમ સાથે જોડાયેલી છે.
" isDesktop="true" id="1094876" >

જાણો કેવી રીતે કરશો અરજી

માતૃત્વ વંદના યોજના 2021 અંતર્ગત કેન્ર્ક સરકારે અરજીની પ્રક્રિયાને ઓનલાઇન કરી દીધી છે. એટલે કે લાભાર્થી જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે. તેના માટે સૌથી પહેલા લાભાર્થીને www.Pmmvy-cas.nic.in પર લોગ-ઇન કરીને અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન છે. તેથી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી કરી શકાશે.
First published:

Tags: Business news, Pregnant, કેન્દ્ર સરકાર, મહિલા, મોદી સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો