દુકાનદારોને હવે દર મહિને મળશે રુ. 3000 પેન્શન, PM મોદીએ શરુ કરી સ્કીમ

News18 Gujarati
Updated: September 12, 2019, 4:08 PM IST
દુકાનદારોને હવે દર મહિને મળશે રુ. 3000 પેન્શન, PM મોદીએ શરુ કરી સ્કીમ
PM મોદીએ શરુ કરી સ્કીમ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Modi Government) એ દુકાનદારો, રિટેલરો અને પોતાનો ધંધો કરતા લોકો માટે પેન્શન યોજના શરૂ કરી છે.

  • Share this:
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Modi Government) એ દુકાનદારો, રિટેલરો અને પોતાનો ધંધો કરતા લોકો માટે પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી લઘુ વ્યાપારિક માનધન યોજના નામ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર આજથી આ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમર પછી આર્થિક મજબૂતી આપવાનો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઝારખંડની રાજધાની રાંચીમાં આ યોજના શરૂ કરી છે. આ યોજનામાં દુકાનદારો, રિટેલરો અને પોતાનો ધંધો કરનારાઓને ઓછામાં ઓછુ 3,000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.

પેન્શન યોજનાનો ફાયદો આશરે 3 કરોડ રિટેલ વેપારીઓ, દુકાનદારો અને સ્વરોજગાર લોકોને લાભ થશે. આ યોજનાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં કરી હતી. આગામી 3 વર્ષમાં આ યોજનામાં 5 કરોડ દુકાનદારોને ઉમેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.



આ પણ વાંચો: આ બિઝનેસ શરુ કરવા માટે સરકાર આપશે અડધાથી વધારે પૈસા, જાણો શું છે પ્લાન?

કોને લાભ મળશે - તમામ દુકાનદારો, સ્વ રોજગારી અને છૂટક વેપારીઓ જેમની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે છે, તેઓ આ યોજના અપનાવી શકે છે.

 રજિસ્ટર કેવી રીતે કરવું: પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમે કોમન સર્વિસ સેન્ટરમાં જઈને નોંધણી કરાવી શકો છો. સરકાર પણ પેન્શન યોજનામાં ફાળો આપશે. યોજનાનો લાભ લેવા માટે નિયમ ખૂબ જ સરળ બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ યોજનાનો લાભ લેવા માટે આધાર નંબર અને બૅન્ક ખાતા ઉપરાંત અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં.
First published: September 12, 2019, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading