ખેડૂતોના ખાતામાં હવે બે નહીં 4 હજાર રુપિયા આવશે, સરકારે બદલ્યો પ્લાન!

ખેડૂતોના ખાતામાં હવે બે નહીં 4 હજાર રુપિયા આવશે, સરકારે બદલ્યો પ્લાન!

વચગાળાના બજેટમાં વિત્ત મંત્રી પીયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી

 • Share this:
  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)અંતર્ગત કિસાનોના ખાતામાં 2000 રુપિયા નહીં પણ 4000 રુપિયા આવશે. મોદી સરકારે કિસાનોને પૈસા આપવાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. મોદી સરકાર લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત કિસાનોને બે હપ્તામાં પૈસા આપવાની તૈયારી કરી રહી છે. જેના કારણે કિસાનોના ખાતામાં સીધા 4000 રુપિયા આવશે.

  વચગાળાના બજેટમાં વિત્ત મંત્રી પીયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. આ યોજનાથી લગભગ 12 કરોડ લઘુ અને સીમાંત કિસાનોને વાર્ષિક 6000 રુપિયા આપવામાં આવશે. આ પૈસા સીધા ખેડુતોના બેન્ક ખાતામાં જશે.

  આ પણ વાંચો - આ કામ તાત્કાલિક કરજો, નહિંતર LICમાં તમારા પૈસા ફસાઈ જશે

  કોણ ઉઠાવી શકે છે આ સ્કીમનો ફાયદો - આ સ્કીમનો ફાયદો 2 હેક્ટર જમીન ધરાવતો ખેડુત ઉઠાવી શકે છે. સરકારનું કહેવું છે કે આ સ્કીમની અંદર 12 કરોડ કિસાન આવી જશે.
  Published by:Ashish Goyal
  First published: