પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે હવે કિસાનોએ આધાર નંબર આપવો જરૂરી. ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ હેઠળ જે પાછળનો હપ્તો આપવામાં આવ્યો, તેમાં 4 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ ગયા છે. કેટલાએ એવા લોકોના ખાતામાં પણ રકમ પહોંચવાની ફરિયાદ આવી છે, જેમને ખેતી-કિસાની સાથે કોઈ લેવા-દેવા પણ નથી. આ સિવાય કેટલાકના અલગ-અલગ ખાતામાં 2 વખત હપ્તા પહોંચ્યા છે.
એવામાં હવે પહેલા ટ્રાન્ઝેક્શન માટે પણ સરકાર આધાર નંબર લેશે. સાથે ઓળખ માટે બીજુ પણ પત્ર આપવું પડશે. બીજા ટ્રાન્ઝેક્શન માટે આધારનંબર અનિવાર્ય રહેશે, જ્યારે ત્રીજુ ટ્રાન્ઝેક્શન આધાર દ્વારા જ ટ્રાન્સફર થશે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 4 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે. કેટલાએ એવા ખાતામાં પૈસા પહોંચ્યા છે, જે ખેડૂતોના ના હતા. વિપક્ષી દળોએ આમાં તપાસની માંગ કરી છે. પહેલો હપ્તો 2.75 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી ચુક્યા છે. પ્રધાનમંત્રીએ 24 ફેબ્રુઆરીથી પૈસા ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી હતી.