ઓમ પ્રકાશ, નવી દિલ્હીઃ શું આપને અનુમાન છે કે એક સ્પેલિંગની ભૂલ 70 લાખ ખેડૂતો માટે આટલી ભારે પડશે. ખરેખર એવું જ થયું છે. દસ્તાવેજોમાં થયેલી એક ગડબડબથી ખેડૂતોને લગભગ 4200 કરોડ રૂપિયાની સહાયતાનું નુકસાન થઈ ગયું છે. જ્યાં સુધી આ ભૂલ ઠીક નહીં થાય ત્યાં સુધી હવે આટલી મોટી સંખ્યામાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના પૈસા ઉપાડી નહીં શકે.
શું થઈ ભૂલ?
પીએમ કિસાન સ્કીમના અરજીકર્તાઓના નામ અને બેંક એકાઉન્ટ નંબરમાં ગડબડ છે. બેંક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજોમાં નામના સ્પેલિંગ અલગ છે. જેના કારણે સ્કીમને ઓટોમેટિક સિસ્ટમ તેને પાસ નહીં કરે. પીએમ કિસાન સ્કીમના સીઈઓ વિવેક અગ્રવાલે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આવી ગડબડ કરનારા અરજીકર્તા ખેડૂતોની સંખ્યા લગભગ 70 લાખ છે. જ્યારે લગભગ 60 લાખ લોકોના આધાર (Aadhaar card)માં ગડબડ છે.
વેરિફિકેશન માટે પેન્ડિંગ છે સવા કરોડ કેસ
તેનો અર્થ સ્કીમના પૈસા માટે અરજી કરવા છતાંય દેશભરના લગભગ 1.3 કરોડ ખેડૂત વાર્ષિક 6000 રૂપિયાના લાભથી વંચિત છે. અનેક જિલ્લા એવા છે જ્યાં સવા-સવા ખેડૂતોનો ડેટા વેરિફિકેશન માટે પેન્ડિંગ છે. જ્યારે રાજ્ય સરકારના ડેટાને વેરિફાય કરીને કેન્દ્રને મોકલે છે ત્યારે ખેડૂતોને પૈસા મળે છે.
આ પણ વાંચો, નેપાળની પીછેહઠ! કહ્યું- ભારત સાથે સારા સંબંધ, વાતચીતથી વિવાદ ઉકેલીશું
ભૂલ કેવી રીતે સુધરાશે?
- સૌથી પહેલા PM-Kisan Schemeની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. તેમાં ફોર્મર કોર્નરની અંદર જઈને Edit Aadhaar Details ઓપ્શન પર ક્લિક કરો.
- આપને અહીં આપનો આધાર નંબર નોંધવો પડશે. ત્યારબાદ એક કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો.
- જો તમારું માત્ર નામ ખોટું છે કે પછી એપ્લીકેશન અને આધારમાં જે આપનું નામ છે બંને અલગ-અલગ છે તો તમે તેને ઓનલાઇન ઠીક કરી શકો છો. જો કોઈ વધુ ભૂલ છે તો તેને તમે તમારા એકાઉન્ટન્ટ અને કૃષિ વિભાગ કાર્યાલયનો સંપર્ક કરો.
આ પણ વાંચો, ગુજરાત હાઈકોર્ટ કહ્યું, પ્રવાસી શ્રમિકોનું ભાડું રાજ્ય આપે કે પછી રેલવે ટ્રેનો મફત દોડાવે