4 મહિનામાં 9.85 કરોડ ખેડૂતોને મળ્યા 2-2 હજાર રૂપિયા, ફરી આવવાના છે નાણા, કરો આ કામ!

4 મહિનામાં 9.85 કરોડ ખેડૂતોને મળ્યા 2-2 હજાર રૂપિયા, ફરી આવવાના છે નાણા, કરો આ કામ!
Pradhan Mantri Kisan Samman Nidhi scheme: ખેડૂત આંદોલન વચ્ચે 10 તારીખથી પીએમ કિસાન સન્માન નીધિનો નવો હપ્તો મોકલવાની શરૂઆત થવાની છે

Pradhan Mantri Kisan Samman Nidhi scheme: ખેડૂત આંદોલન વચ્ચે 10 તારીખથી પીએમ કિસાન સન્માન નીધિનો નવો હપ્તો મોકલવાની શરૂઆત થવાની છે

  • Share this:
    નવી દિલ્હીઃ છેલ્લા ચાર મહિના (ઓગસ્ટથી નવેમ્બર)માં મોદી સરકારે (Modi Government) પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ દેશના 9.85 કરોડ ખેડૂતોને 2-2 હજાર રુપિયાની મદદ આપી છે. ફરી એકવાર આ ખેડૂતોને નવો હપ્તો મોકલવાની તૈયારીમાં સરકાર લાગી ગઈ છે. ખેડૂત આંદોલન (Farmers Protest)ની વચ્ચે 10 તારીખથી આ નાણા મોકલાવાની શરુઆત થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi scheme) ખેડૂતો સાથે જોડાયેલી મોદી સરકારની સૌથી અગત્યની યોજના છે. આ સ્કીમ હેઠળ વાર્ષિક હપ્તામાં 6000 રુપિયા આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને 6 હપ્તા મોકલવામાં આવ્યા છે. છેલ્લા 23 મહિનામાં કેન્દ્ર સરકાર 11.35 કરોડ ખેડૂતોને સીધા એક લાખ કરોડ રુપિયાથી વધુની મદદ આપવામાં આવી ચૂકી છે.

    નોંધનીય છે કે, પીએમ કિસાન સન્માન યોજનામાં કેન્દ્ર સરકાર ત્રણ હપ્તામાં આ નાણા ટ્રાન્સફર કરે છે. પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે, જ્યારે બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જો દસ્તાવેજો બરાબર હશે તો તમામ 11.35 કરોડ રજિસ્ટર્ડ ખેડૂતોને સાતમો હપ્તાનો લાભ પણ મળશે. તેથી રેકોર્ડ ચેક કરી લો, જેથી નાણા મળવામાં કોઈ મુશ્કેલી ન થાય. રેકોર્ડમાં કોઈ પણ ગડબડ હશે તો તમને યોજનાનો લાભ નહીં મળે.



    આ પણ વાંચો, મહાપરિનિર્વાણ દિવસ પર PM મોદીએ કહ્યુ, દેશ માટે ડૉ. ભીમરાવ આંબેડકરનું સપનું પૂરું કરવા પ્રતિબદ્ધ

    કૃષિ મંત્રાલય (Ministry of agriculture)ના સૂત્રોનું કહેવું છે કે 1.3 કરોડ ખેડૂતોને અરજી કર્યા બાદ પણ તેના માટે નાણા નથી મળી શક્યા કારણ કે કાં તો તેમના રેકોર્ડમાં ગડબડ છે કે પછી આધાર કાર્ડ નથી. સ્પેલિંગમાં ગડબડથી પણ નાણા રોકાઈ શકે છે.

    આ પણ વાંચો, આ દેશના લોકોને આપવો પડે છે સૌથી વધુ ટેક્સ, જાણો ભારત કેટલા નંબર પર

    તમારો રેકોર્ડ બરાબર છે કે નહીં? આવી રીતે કરો ચેક

    - પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો ઓફિશિયલ વેબસાઇટ (pmkisan.gov.in) છે. વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. તેમાં આપવામાં આવેલા 'Farmers Corner' વાળા ટેબમાં ક્લિક કરવું પડશે.
    - જો આપે પહેલા અરજી કરી છે અને આપનો આધાર યોગ્ય રીતે અપલોડ નથી થયો કે કોઈ કારણે આધાર નંબર ખોટો નોંધાયો છે તો તેની જાણકારી તેમાં મળી જશે.
    - 'Farmers Corner'માં ખેડૂતોને જાતે જ પીએમ કિસાન યોજનામાં રજિસ્ટર્ડ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
    - તેમાં સરકારે તમામ લાભાર્થીઓની સમગ્ર યાદી અપલોડ કરી દીધી છે. આપની અરજીની સ્થિતિ શું છે તેની જાણકારી ખેડૂત આધાર નંબર/બેંક ખાતું/મોબાઇલ નંબરના માધ્યમથી જાણી શકાય છે.
    - જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવે છે તેમના નામ પણ રાજ્ય/જિલ્લા/તાલુકા/ગામના હિસાબથી જોઈ શકાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 06, 2020, 11:10 am

    ટૉપ ન્યૂઝ