Home /News /business /

LIC IPO: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના લેનારા લોકોને પણ LIC આઈપીઓમાં મળશે ડિસ્કાઉન્ટ

LIC IPO: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના લેનારા લોકોને પણ LIC આઈપીઓમાં મળશે ડિસ્કાઉન્ટ

એલઆઈસી આઈપીઓ.

LIC IPO: એલઆઈસીએ સેબીમાં દાખલ કરેલા ડ્રાફ્ટ પેપરમાં લખ્યું છે કે, જેમની પાસે એલઆઈસીની પૉલિસી છે, તેમને આઈપીઓમાં પ્રાથમિકતા અને ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

    LIC IPO News: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)નો લાભ લેનારા લોકોને પણ એલઆઈસીના આઈપીઓમાં ડિસ્કાઉન્ટ મળશે. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના ચેરમેન (LIC Chairman) એમ.આર.કુમારે આ જાણકારી આપી છે. કુમારે કહ્યુ કે, "PMJJBY પણ અમારો જ એક ભાગ છે, પૉલિસીધારકો માટે જે હિસ્સો અનામત રાખવામાં આવશે તેનો લાભ તેમને પણ મળશે." એલઆઈસીએ આઈપીઓ (LIC IPO) માટે સેબીમાં 13મી ફેબ્રુઆરી ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા હતા. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (HRHP) પ્રમાણે પૉલિસીધારકો માટે ઇશ્યૂનો એક હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. કંપનીએ પોતાના આવેદનમાં કહ્યુ છે કે, જે અરજીકર્તા પાસે એક અથવા તેનાથી વધારે એલઆઈસી પૉલિસી છે તેને અનામત અને વળતરનો લાભ મળશે.

    DRHP પ્રમાણે રિટેલ રોકાણકારો માટે ઇશ્યૂનો 35 ટકા હિસ્સો અનામત છે. જ્યારે પાંચ ટકા હિસ્સો એલઆઈસીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવશે. ઇશ્યૂનો 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત છે. એટલે કે એલઆઈસી પૉલિસીધારકો રિટેલ અને પૉલિસીહોલ્ડર એમ બંને કેટેગરીમાં અરજી કરી શકે છે.

    ડિસ્કાઉન્ટ કેવી રીતે મળશે?

    એલઆઈસીના જે પૉલિસીધારકો ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માંગે છે તેમણે તેમનું પાન કાર્ડ પૉલિસી સાથે લિંક કરાવવાનું રહેશે. પૉલિસીને પાન કાર્ડ સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 28મી ફેબ્રુઆરી છે. 28 તારીખ સુધી આ કામ પૂર્ણ નહીં કરો તો તમે પૉલિસીધારકોની કેટેગરીમાં અરજી નહીં કરી શકો. તમારે રિટેલ કેટેગરીમાં જ અરજી કરવી પડશે.

    શું છે જીવન જ્યોતિ વીમા યોજના?

    વડાપ્રધાન મોદીએ આ વીમા યોજના 18થી 50 વર્ષના લોકો માટે શરૂ કરી હતી. PMJJBY અંતર્ગત પૉલિસીધારકનું કોઈ પણ કારણથી મોત થવા પર બે લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જેમાં વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા ચૂકવવું પડે છે. આ સ્કીમ એલઆઈસી અને બીજી વીમા કંપનીઓ અને બેંકો સાથે મળીને શરૂ કરવામાં આવી છે.

    આઈપીઓની વિગત

    એલઆઈસીના આઈપીઓની સાઈઝથી લઈને તારીખો અંગે જે ચર્ચા થઈ રહી છે તે નીચે પ્રમાણે છે. જોકે, હજુ સુધી આ અંગેની અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

    આ પણ વાંચો: LICના IPO અંગે મનમાં કોઈ સવાલ હોય તો અહીં વાંચો તેનો જવાબ

    ઇશ્યૂ ક્યારે ખુલશે: 10 માર્ચ, 2022

    ઇશ્યૂ બંધ થશે: 14 માર્ચ, 2022

    ઇશ્યૂ કિંમત: 2,000-2,100 રૂપિયા પ્રતિ શેર.

    ઇશ્યૂ સાઇઝ: 31,62,49,885 શેર.

    ઑફર ફૉર સેલ: 31,62,49,885 શેર જાહેર કરવામાં આવશે. જેની કિંમત 65,416.29 કરોડ રૂપિયા હશે.

    ડિસ્કાઉન્ટ: કર્મચારીઓ અને પોલિસીધારકોને 10% ડિસ્કાઉન્ટ મળશે.

    પ્રાઇસ બેન્ડની જાહેરાત: 7 માર્ચ.

    એન્કર ઇન્વેસ્ટર્સ અલૉટમેન્ટ: 9 માર્ચ.

    શેર લૉટ: 7 શેર.

    કર્મચારી: 1.58  કરોડ શેર રિઝર્વ. જે 10% ડિસ્કાઉન્ટ બાદ 1,890 રૂપિયા પર મળશે.

    પોલિસીધારકો: 3.16 કરોડ શેર રિઝર્વ છે. 10% ડિસ્કાઉન્ટ પછી 1,890 રૂપિયામાં એક શેર મળશે.

    આ પણ વાંચો: શું લોકો LIC IPO માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે? જાણો બજાર નિષ્ણાતનો જવાબ

    એન્કર ઇન્વેસ્ટર્સ: 8.06 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 16,935.18 કરોડ રૂપિયા થાય છે.

    ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ: 5.37 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 11,290.12 કરોડ રૂપિયા થાય છે.

    નૉન ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ: 4.03 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 8,467.59 કરોડ રૂપિયા છે.

    રિટેલ રોકાણકારો: 9.41 કરોડ શેર રિઝર્વ છે. જેની કિંમત 19,757.71 કરોડ રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, LIC, LIC IPO, Share market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन