નવી દિલ્હી. ભારતમાં વસતા દરેક નાગરિકને જીવન વીમાની (Life Insurance) સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર (Central Government) તરફથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana- PMJJBY) જાહેરાત કરવામાં આવી છે. આ વીમા યોજના હેઠળ માત્ર 330 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ (Yearly Premium) ચૂકવવાનું રહેશે, જે હેઠળ વીમા ધારક 2 લાખ સુધીનો વીમાલાભ મેળવી શકશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના લોકોને વીમા સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC) અને અન્ય ખાનગી વીમા કંપનીઓ (Private Life Insurance Companies) તથા સરકારી અને ખાનગી બેંકો દ્વારા PMJJBY યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કોઈપણ કારણવશ જો વીમાધારકનું મૃત્યુ થાય છે, તો સરકાર તરફથી વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે.
PMJJBY અંતર્ગત આ વીમા યોજનાનો લાભ ઉઠાવવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 50 વર્ષની હોવી જોઈએ. આ વીમા પોલિસી 55 વર્ષમાં પરિપક્વ થાય છે.
PMJJBY અંગે કેટલીક અગત્યની જાણકારી
>> આ વીમાનો લાભ લેવા માટે વ્યક્તિએ કોઈ તબીબી તપાસ કરાવવાની જરૂર નથી.
>> વીમો લેવા માટે ઓછા માં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ ઉંમર 50 વર્ષની હોવી જોઈએ.
>> PMJJBYમાં પ્રિમિયમની રકમ વાર્ષિક માત્ર રૂ. 330 ભરવાની રહેશે.
>> આ વીમા પોલિસી 55 વર્ષમાં પાકશે.
>> વાર્ષિક પ્રીમિયમની રકમ ECS દ્વારા બેંક ખાતામાંથી કપાશે.
>> વીમા સુરક્ષાનું એક વર્ષ આગામી વર્ષે 31 મે સુધીનું જ રહેશે.
>> દર વર્ષે 1 જૂને બેંક એકાઉન્ટ દ્વારા પ્રિમિયમની ચુકવણી કરી વીમાને રીન્યુ કરી શકાશે.
જો તમારી પાસે 45 દિવસ બાદનું રિસ્ક કવર ખાતું હોય તો બેંકનો સંપર્ક કર્યા બાદ તમે PMJJBY યોજના માટે અરજી કરી શકો છો. જો તમે પહેલેથી જ આ યોજના માટે નોંધણી કરાવી દીધી હોય તો દર વર્ષે આ યોજના માટે અરજી કરવાની જરૂર રહેતી નથી. દર વર્ષે તમારા બેંક ખાતામાંથી પ્રિમિયમની રકમ કપાઈ જશે અને પોલિસી રીન્યુ પણ થઈ જશે.
આ યોજના હેઠળ વીમા નોંધણી કે વીમો લીધાના પહેલા 45 દિવસમાં તમે કોઈ પણ નાણાંકીય ક્લેમ કરી શકતા નથી, પણ જો વીમા ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો અરજી કરનારને વળતરની ચૂકવણી કરવામાં આવે છે.
PMJJBY યોજના અંતર્ગત 1 જૂનથી 31 મે સુધી જ આ વીમા કવર ઉપલબ્ધ હોય છે, જો આ સમય દરમ્યાન તમારું બેંક ખાતું બંધ થાય અથવા તો જો પ્રિમિયમ કપાતના સમયે તમારા ખાતામાં નાણાં ન હોય તો વીમો રદ્દ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર