Home /News /business /PMFBY: પૂર કે ભારે વરસાદથી થયો છે પાક બરબાદ, કેન્દ્ર સરકાર આપશે વળતર, જાણો શું છે પ્રક્રિયા?

PMFBY: પૂર કે ભારે વરસાદથી થયો છે પાક બરબાદ, કેન્દ્ર સરકાર આપશે વળતર, જાણો શું છે પ્રક્રિયા?

પીએમ ફસલ વીમા યોજનામાં પાકને વાવાઝોડું, દુષ્કાળ, કમોસમી વરસાદ, પૂર વગેરે સ્થિતિમાં નુકસાન થવાથી વળતર મળે છે (પ્રતિકાત્મક તસવીર)

Pradhan Mantri Fasal Bima Yojana : આ યોજનાનો હેતુ કુદરતી આફતો સામે ખેડૂતોને ઓછા દરે વીમા સુરક્ષા આપવાનો છે. અત્યાર સુધી લગભગ 36 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે

PM Fasal Bima Yojana : આ વર્ષે ઘણા સ્થળોએ ભારે વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જેનાથી ખેતીમાં ખુબ નુકસાન થયું હતું. મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તેલંગણામાં હજારો એકરના પાકનું નુકસાન થયું છે. પરંતુ ખેડૂતે પીએમ ફસલ વીમા યોજના (PM Fasal Bima Yojana) લીધેલી હશે તો તમને કેન્દ્ર સરકાર ભરપાઈ આપશે.

પીએમ ફસલ વીમા યોજનામાં પાકને વાવાઝોડું, દુષ્કાળ, કમોસમી વરસાદ, પૂર વગેરે સ્થિતિમાં નુકસાન થવાથી વળતર મળે છે. આ યોજનાનો હેતુ કુદરતી આફતો સામે ખેડૂતોને ઓછા દરે વીમા સુરક્ષા આપવાનો છે. અત્યાર સુધી લગભગ 36 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે.

કેવી રીતે મળશે વીમાનો ફાયદો


દેશના ઘણા રાજ્યોના ખેડૂતો પીએમ ફસલ વીમા યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ માટે ખેડૂતોએ એક ફોર્મ ભરવાનું રહે છે. જેને તમે ઓનલાઇન કે ઓફલાઈન ભરીને અરજી કરી શકો છો. ખેડૂતો જો ઓનલાઇન અરજી કરવા માંગે છે તો પીએમ ફસલ વીમા યોજનાની વેબસાઈટ pmfby.gov.in પર જઇને અરજી કરી શકે છે. જો ઓફલાઈન અરજી કરવા માંગતા હોય તો નજીકના બેન્ક કે કો-ઓપરેટીવ સોસાયટી કે કોઈ કોમન સર્વિસ સેન્ટર (CSS) પર જઈને અરજી કરી શકો છો. ખેડૂતોએ વીમા માટે વાવણી કરવાના 10 દિવસની અંદર અરજી કરવાની હોય છે. ત્યારે જ પાક વીમા માટે માન્ય ગણાય છે.

કેટલું છે પ્રીમિયમ?


વીમા માટે ખેડૂતોએ એક ચોક્કસ પ્રીમિયમ ભરવાનું રહે છે. જેમાં ખરીફ પાક માટે વીમાની રકમના 2 % અને રવિ પાક માટે વીમાની રકમના 1.5 % તેમજ રોકડીયા અને બાગાયતી પાક માટે મહત્તમ 5% પ્રીમિયમ ભરવાનું હોય છે. બાકીનું પ્રીમિયમ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ભરવામાં આવશે. પીએમ ફસલ વીમા યોજનાને કેન્દ્ર સરકારે ખરીફ પાક 2016થી લાગુ કરી હતી.

72 કલાકની અંદર આપવાની રહે છે સૂચના


જો તમારા ખેતીના પાકને વરસાદ કે કુદરતી આફતથી નુકસાન થયું હોય તો પીએમ ફસલ વીમા યોજના હેઠળ 72 કલાકની અંદર જ વીમા કંપનીને જાણ કરવાની રહેશે. વીમા કંપની તાપસશે કે પાકને કેટલું નુકસાન થયું છે. આ આકલન થયા પછી આગળની પ્રક્રિયા શરુ થશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખેડૂતના ખાતામાં વળતરની રકમ જમા થશે.
Published by:Ashish Goyal
First published:

Tags: India Government, Insurance, મોદી સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन